સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સાયલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપાર કંપનીમાં થયેલી ચોરીના કેસમાં પોલીસે આરોપીને ઝડપી પાડી મુદ્દામાલ રિકવર કર્યો છે. તારીખ ૧૪ નવેમ્બર ૨૦૨૪ ના રોજ બનેલી ઘટનામાં મધ્યરાત્રિએ રખોલી કુડચા અપાર કંપનીના ગોડાઉનમાંથી એલ્યુમિનિયમના ૩૭ ટુકડા ચોરાઈ ગયા હતા. જેની કિંમત ૨,૨૩,૧૧૦/- થતી હતી.
સાયલી પોલીસે આ કેસમાં તલાસરીમાંથી એક આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા તેણે તેની ઓળખ નરેશ ઉર્ફે ખાટા તરીકે આપી હતી. આ આરોપીને અન્ય રાજ્યોની પોલીસ પણ શોધી રહી હતી. આરોપીએ સાથીઓ સાથએ અપાર કંપની ઉપરાંત મહારાષ્ટ્ર અને ગુજરાતના નજીકના વિસ્તારોના વિવિધ વિસ્તારોમાં ત્રણ-ચાર અન્ય સ્થળોએ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. તેની પાસેથી ચાર ફોન, ૪૦૦ કિલો એલ્યુમિનિયમ, ભીલાડમાંથી ચોરાયેલી ઓટો રિક્ષા, બાઈક સ્પ્લેન્ડર, રખોલીની કંપીમાંથી ચોરાયેલો વાયર અને ચોરીમાં વપરાયેલી સ્વિફ્ટ કાર મળી આવી હતી. આ ગુનેગાર મહારાષ્ટ્રમાં ૧૦ વર્ષની સજા અને દાદરા નગર હવેલીમાં ૧ વર્ષની સજા ભોગવી ૭ મહિના પહેલા જ જેલમાંથી બહાર આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500