વડોદરામાં ભાજપનાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કેસમાં આરોપી બાબર પઠાણની ધરપકડ કર્યા બાદ, વધુ પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચ કચેરી લઈ જવાયો હતા. આ વખતે મૃતકના પરિવારજનો સહિતનાં લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં ટોળાએ આરોપીને લઈ જતી પોલીસની વાન પર પથ્થરમારો કર્યો અને મૃતકના પરિવારજનો સહિતની મહિલાઓ આરોપીને મારવાની કોશિશ કરી હતી. મળતી માહિતી મુજબ, વડોદરામાં નાગરવાડા સરકારી સ્કૂલ નંબર 10 નજીક આમલેટની લારી પર પૈસાની ઉઘરાણી માટે ગયેલા બે યુવક પર યુવકોએ હુમલો કર્યો હતો, જેમાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ લઈ ગયા હતા. જેમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજા પરમાર અને તેમના પુત્ર તપન રમેશ પરમાર સહિત સ્થાનિક યુવકો સયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન પોલીસ હુમલા કરનારા યુવક બાબર પઠાણને જાપ્તા સાથે લઈને આવી હતી, ત્યારે પોલીસની હાજરીમાં બાબર પઠાણે રમેશ પરમાર પર તલવારથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
સમગ્ર ઘટનામાં પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચની કચેરી ખાતે લઈ જવાયો હતો. વડોદાર જાહેરમાં હત્યાના કેસમાં કારોલીબાગ પોલીસ સ્ટેશન ખાતે મૃતકના પરિવારજનો સહિતના મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. સમગ્ર ઘટનામાં ગુનેગાર આરોપી પઠાણને આજે સોમવારે ક્રાઈમ બ્રાન્ચની કચેરી ખાતે લઈ જવાયો હતો. આ દરમિયાન પોલીસ સ્ટેશન આગળ એકઠા થયેલા લોકોએ પઠાણને લઈ જતી વાન પર પથ્થરમારો કર્યો હતો. આ સાથે મૃતકના પરિવારજનોએ આરોપીને મારવાની કોશિશ કરી હતી. આ ઉપરાંત, મોટી સંખ્યામાં વિરોધ કરી રહેલી મહિલાઓ પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હત. જોકે રવિવારે રાત્રે નાગરવાડા ગોલવાડ વિસ્તારમાં ચાલતા જુગારના અડ્ડા પાસે બે કોમના યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારેબાદ વિક્રમ પરમાર ઉર્ફે વિકી તથા ભયલુ સહિત ત્રણ યુવક નાગરવાડા સરકારી સ્કૂલ નંબર 10 પાસે ઊભી રહેલી આમલેટની લારી પાસે પૈસાની ઉઘરાણી માટે પહોંચ્યા હતા.
ત્યારે બાબર પઠાણ મહેબૂબ અને વસીમ સહિત પાંચથી છ યુવકો સાથે અંગત અદાવત રાખી બંને જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બંને કોમના ઈસમો ઈજાગ્રસ્ત થયા હતા. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા વિક્રમ અને ભયલુ નામના બે યુવકને નાગરવાડા વિસ્તારના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજા પરમાર, તેમના પુત્ર તપન પરમાર સહિત અન્ય યુવકો સયાજી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. બંનેની સારવાર ચાલતી હતી, આ દરમિયાન પોલીસ હુમલાખોર બાબર ખાન પઠાણને પણ સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચી હતી. સયાજી હોસ્પિટલની કેન્ટીન બહાર ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાનો પુત્ર તપન પરમાર ઊભો હતો. આ દરમિયાન અચાનક પોલીસ જાપ્તામાંથી નજર ચૂકવી તલવાર સાથે તપન પરમાર પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસ હુમલાખોરને સયાજી હોસ્પિટલમાં લાવી ત્યારે તેના હાથમાં કોઈ હથિયાર હતું નહીં, પરંતુ પોલીસની પાછળ કોઈ એક બે મહિલા આવી હતી અને તેણીએ બાબર પઠાણને તલવાર આપી હોવાનું માનવામાં આવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500