Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Update : પુણેનાં દુષ્કર્મ કેસમાં આરોપી પકડાયો, આરોપી ફોજદારી કેસમાં જામીન પર હતો બહાર

  • February 28, 2025 

મહારાષ્ટ્રના પૂણેના સ્વારગેટ બસ સ્ટેન્ડ પર બનેલા શરમજનક દુષ્કર્મ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. 37 વર્ષીય આરોપી દત્તાત્રેય રામદાસ ગાડેની ધરપકડ કરવામાં આવી છે. તે મોડી રાત્રે કોઈના ઘરે ભોજન કરવા ગયો હતો, તે જ વ્યક્તિએ તેના વિશે પોલીસને માહિતી આપી હતી. ગુરુવારે રાત્રે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આજે તેને પૂણે કોર્ટમાં રજૂ કરવામાં કરાશે. આરોપી દત્તાત્રેય રામદાસ ગાડે વિરુદ્ધ પહેલાથી જ ચોરી, લૂંટ અને ચેઈન સ્નેચિંગ સહિતના કેસ નોંધાયેલા છે. તે વર્ષ 2019થી ફોજદારી કેસમાં જામીન પર બહાર હતો.


આરોપી છેલ્લા બે દિવસથી ફરાર હતો, ત્યારબાદ પોલીસે તેને શોધવા માટે 13 ખાસ ટીમો બનાવી હતી. આ કેસમાં, પૂણે પોલીસે આરોપીઓ વિશે માહિતી આપનારને 1 લાખ રૂપિયાનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી હતી. પૂણેમાં આવેલું સ્વારગેટ મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (MSRTC)ના સૌથી મોટા બસ ડેપોમાંનું એક છે. પીડિતાના જણાવ્યાનુસાર, તે મંગળવારે સવારે 5.45 વાગ્યે એક સ્ટેન્ડ પર સતારા જિલ્લાના ફલટન જવા માટે બસની રાહ જોઈ રહી હતી. ત્યારે આરોપીએ તેની સાથે વાતચીત કરી, તેને દીદી કહીને બોલાવી અને કહ્યું કે સતારા જતી બસ બીજા સ્ટેન્ડ પર આવી ગઈ છે.


પોલીસને આપેલા નિવેદનમાં પીડિતાએ કહ્યું હતું કે, 'તે (આરોપી) મને બસ સ્ટેન્ડમાં બીજી જગ્યાએ પાર્ક કરેલી ખાલી શિવ શાહી એસી બસમાં લઈ ગયો હતો. બસની લાઇટ ચાલુ ન હોવાથી તે બસમાં ચઢવામાં અચકાતી હતી, પરંતુ તે માણસે તેને ખાતરી આપી કે, તે યોગ્ય વાહન છે. ત્યારબાદ આરોપીએ મારો પીછો કર્યો અને મારા પર દુષ્કર્મ આચર્યું હતું.' મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ ઘટના પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 'સરકાર આરોપીઓને મૃત્યુદંડ મળે તે માટે શક્ય તમામ પ્રયાસો કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application