Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિક્રમ લેન્ડર તરફથી મળી જાણકારી ચંદ્રની સપાટીનું સામાન્ય તાપમાન ૫૦થી ૬૦ ડિગ્રી સેંટીગ્રેટ નોંધાયું, જ્યારે દક્ષિણ ધ્રુવનું મહત્તમ તાપમાન ૭૦ ડિગ્રી સેંટીગ્રેટ નોંધાયું

  • August 28, 2023 

ભારતનાં મહત્વપૂર્ણ ચંદ્રયાન-૩નું ચંદ્ર પર સફળતા પૂર્વક લેન્ડિંગ થઇ ગયું છે. જેને પગલે આ યાન સાથે મોકલવામાં આવેલા વિક્રમ લેન્ડર દ્વારા હવે ચંદ્રની સપાટી પર કેટલુ તાપમાન છે તેની જાણકારી ભારતને મોકલવામાં આવી છે. ISROએ કહ્યું છે કે, વિક્રમ લેન્ડર તરફથી મળેલી જાણકારી અનુસાર ચંદ્રની સપાટીનું સામાન્ય તાપમાન ૫૦થી ૬૦ ડિગ્રી સેંટીગ્રેટ નોંધાયું છે. જ્યારે દક્ષિણ ધ્રુવનું મહત્તમ તાપમાન ૭૦ ડિગ્રી સેંટીગ્રેટ નોંધાયું હતું. ચંદ્ર સરફેસ થર્મોફિઝિકલ એક્સપેરિમેંટ (ચેસ્ટ) દ્વારા ચંદ્ર પરના તાપમાનને માપ્યુ હતું. ISROના વૈજ્ઞાનિક બી એચ એમ દરૂકેશાએ પીટીઆઇને જણાવ્યું હતું કે, અમારૂ એવુ અનુમાન હતું કે, ચંદ્રનું તાપમાન આશરે ૨૦થી ૩૦ ડિગ્રી સેંટીગ્રેટ જેટલુ હશે.



જોકે તાજેતરમાં અમને જે જાણકારી મળી છે તે મુજબ મહત્તમ તાપમાન ૭૦ ડિગ્રી સેંટીગ્રેટ નોંધાયું છે. આ તાપમાન અમારા અનુમાન કરતા ઘણુ વધારે છે જે આશ્ચર્યજનક પણ છે. વિક્રમ લેન્ડર પર લગાવવામાં આવેલા ચેસ્ટે દક્ષિણ ધ્રુવવની માટીનું તાપમાન પણ માપ્યું હતું. આ પેલોડ પર ઉપકરણ લગાવવામાં આવ્યું છે કે જેમાં તાપમાન માપવા માટે ૧૦ સેંસર લગાવવામાં આવ્યા છે. આ ઉપકરણ કંટ્રોલ એંટ્રી સિસ્ટમની મદદથી સપાટીથી ૧૦ સેમી નીચે કેટલુ તાપમાન છે તેની પણ જાણકારી મેળવવા માટે સક્ષમ છે. જાણકારી અનુસાર ચંદ્રની સપાટી અને માટીની નીચેનું તાપમાન અલગ અલગ જોવા મળ્યું છે.



હાલ જે આંકડા મોકલવામાં આવ્યા છે તેનું ISRO દ્વારા વિસ્તૃત અવલોકન કરવામાં આવી રહ્યું છે. ISRO દ્વારા હાલ ચંદ્રના તાપમાનમાં જે ફેરફારો જોવા મળ્યા છે તેનો ગ્રાફ પણ જાહેર કરવામાં આવ્યો છે. આ પેલોડને વિક્રમ સારાભાઇ અંતરિક્ષ કેન્દ્ર (વીએસએસસી)ના અંતરિક્ષ ભૌતિકી પ્રયોગશાળા (એસપીએલ)ના નેતૃત્વવાળી ટીમે ભૌતિક પ્રયોગશાળા (પીઆરએલ) અમદાવાદના સહયોગથી વિકસિત કરવામાં આવ્યું છે. તાજેતરના આંકડાને કારણે વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યમાં છે કેમ કે, ચંદ્રનું મહત્તમ તાપમાન ૭૦ ડિગ્રી સેંટીગ્રેટ નોંધાયું છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, ચંદ્રનાં તાપમાનમાં મોટુ અંતર છે, પૃથ્વી પર બેથી ત્રણ સેંટીમીટર ઉંડાણમાં તાપમાનનું અંતર સામાન્ય રીતે બેથી ત્રણ ડિગ્રી જ જોવા મળે છે. જ્યારે ચંદ્ર પર આ લગભગ ૫૦ ડિગ્રી સેંટીગ્રેટ છે જે આશ્ચર્યજનક છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application