Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

યૂનેસ્કોની એક રિપોર્ટ પ્રમાણે વર્ષ 2025 સુધી ભારતમાં પાણીની સમસ્યા વધુ ભયાનક બની શકે

  • October 31, 2023 

ભારતમાં વધતી જતી ભૂ-જળની સમસ્યા દેશમાં એક વધતી પરેશાની તરફ આગળ વધી રહી છે. જેમા આવનારા સમયમાં દેશની જનતાને એક મોટા સંકટનો સામનો કરવો પડી શકે છે. ભારત ગંગા, યમુના જેવી પવિત્ર નદીઓનો દેશ કહેવામાં આવે છે. અહીં પાણીની સમૃદ્ધતા દેશને વધુ સુંદર બનાવી રહી છે, પરંતુ આ સુંદર અને સમૃદ્ધ દેશના ગામો અને શહેરો પાણીને વેડફી રહ્યા છે જેના કારણે દેશમાં આવનારા સમયમાં પાણીની મહામારી સર્જાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યૂનેસ્કોની એક રિપોર્ટ પ્રમાણે વર્ષ 2025 સુધી ભારતમાં પાણીની સમસ્યા વધુ ભયાનક બની શકે છે.



એમાં વધતી સમસ્યાને લઈને આશંકા વર્તાઈ રહી છે કે, જળ સંરક્ષણની ઘટ, પ્રદુષણ, અતિક્રમણ, શહેરીકરણ અને ગ્લેશિયર પિગળવાના કારણે આવનારા સમયમાં ગંગા, બ્રહ્મપુત્ર અને સિંધુ જેવી હિમાલયી નદીઓનો પ્રવાહ ઓછો થઈ રહ્યો છે. યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે વર્ષ 2016માં ધરતી પર 9.33 કરોડ લોકો પાણી ઓછુ હોવાના કારણે પરેશાન હતા. જેના પછી કેટલાક દેશોમાં જળસંકટ ખુબ વધેલુ જોવા મળ્યું. રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, એશિયાનો 80 ટકા વિસ્તાર પાણીની અછતના કારણે ઝઝુમી રહ્યા છે. જેમાં પુર્વોત્તર ચીન, ભારત અને પાકિસ્તાન પર સંકટ ખુબ વધારે દેખાઈ રહ્યું છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application