શ્રીનગર ગઢવાલ પાસે બદ્રીનાથથી પરત ફરી રહેલા રાજસ્થાનના શ્રદ્ધાળુઓની બસ પલટી હોવાના અહેવાલો સામે આવ્યા છે. બસમાં 30 મુસાફરો સવાર હતા. તમામ મુસાફરો જયપુરના હોવાનું કહેવાય છે. આ અકસ્માત ધારી દેવી પાસે ચમધારમાં સર્જાયો છે. ઈજાગ્રસ્તોને શ્રીનગરની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ અકસ્માતમાં 15 લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલો છે. ઈજાગ્રસ્તોને શ્રીનગરની બેઝ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઓવર સ્પીડના કારણે બસ પલટી હોવાનું કહેવાઈ રહ્યું છે.
મળતી માહિતી મુજબ બદ્રીનાથથી પરત ફરી રહેલી પેસેન્જર બસ પલટી મારી ગઈ છે. જોકે રાહતની વાત એ છે કે, અકસ્માતમાં કોઈનું મોત થયું નથી. ઘટનાને નજરે જોનારાઓએ કહ્યું કે, ગુરુવારે સવારે ધારી દેવી પાસે ચમધારમાં મુસાફરોથી ભરેલી બસે કાબૂ ગુમાવતા બસ રસ્તા પર પલટી ગઈ હતી. બસમાં 30 મુસાફરો સવાર હતા, જેમાં એક મુસાફર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો તુરંત આવી ગયા અને તમામ લોકોને બચાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી.... સ્થાનિકો ઈજાગ્રસ્તોને શ્રીનગરની હોસ્પિટલમાં લઈ ગયા... જ્યાં ઘાયલોને તબીબો દ્વારા સારવાર અપાઈ રહી છે. મળતા અહેવાલો મુજબ, રાજસ્થાન નંબરની બસમાં ચારધારની યાત્રા કરીને શ્રદ્ધાળુઓ જયપુર પરત ફરી રહ્યા હતા.અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર ડ્રાઈવર ઓવરસ્પીડે બસ ચલાવી રહ્યો હતો, ત્યારે વળાંક પર ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવતા બસ પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500