દાદર નગર હવેલીના માંદોની પટેલપાડા પાસે મુસાફરો ભરીને જતી મીની બસનાં ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં બસ એક ઝાડ સાથે ધડાકા ભેર અથડાતા બસમાં સવાર આશરે 35 મુસાફરોને વધતી ઓછી ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવની વિગત એવી છે કે, દાદરા નગર હવેલીનાં માંદોની ગામે પટેલપાડા નજીક ખાનવેલથી સીંદોની તરફ જઈ રહેલ મીની બસનાં ડ્રાઇવરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા રોડની સાઈડ પર ઝાડ સાથે અથડાઇ હતી જેમાં અંદાજિત 35 મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઇ હતી.
જોકે બસનાં ડ્રાઇવર સ્ટેરીંગ ફસાઈ જતાં પોલીસ અને સ્થાનિકોની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો. મીની બસ ઝાડ સાથે અથડાઇને અટકી જતાં મોટી દુર્ઘટના બનતા અટકી હતી. જયારે ઘાવાયેલા ઓમાં 28 વ્યક્તિઓને સામાન્ય ઇજા હોવાને કારણે 108ની મદદથી ખાનવેલ સબ જિલ્લા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.
આમ, અકસ્માતમાં 7 વ્યક્તિને ગંભીર ઇજા થઇ હતી જેમાં નાની બાળકીઓ પણ હતી જેને પગમાં ફ્રેક્ચર હોવાને કારણે અને 3 વ્યક્તિઓને ગંભીર ઇજા હોવાને કારણે વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. સદનસીબે મીનીબસ ઝાડ સાથે અથડાયા બાદ અંદર મુસાફરી કરતા કોઇપણ વ્યક્તિને જાનહાની થઇ ન હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500