Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના માલોઠા ગામના બ્રિજ પર અકસ્માત, બે ડમ્પર વચ્ચે કારનો કચ્ચરઘાણ વળી ગયો

  • May 16, 2023 

વ્યારા - ઉનાઈ હાઇવે માર્ગ પર આવતું માલોઠા ગામના બ્રિજ પર આજરોજ સવારે બે ડમ્પર અને એક કાર નંબર જીજે/૨૧/સીસી/૩૬૩૩ વચ્ચે  અકસ્માત સર્જાયો હતો  આ અકસ્માતમાં બે ડમ્પર વચ્ચે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.વ્યારા તાલુકાના માલોઠા ગામના બ્રીજ પર આજરોજ ડમ્પર નંબર જીજે/૦૫/બીઝેડ/૨૦૩૮ ના ચાલકે પોતાના ક્બ્જાનું ડમ્પર પુર ઝડપે હંકારી લઇ આવી કાર નંબર જીજે/૨૧/સીસી/૨૬૨૧ને પાછળથી ટક્કર મારતા કાર આગળ ઉભેલ ડમ્પર નંબર જીજે/૦//એટી/૨૨૪૭ સાથે જોરદાર ફટકાઈ હતી,જોકે ડમ્પર ચાલક પોતાના ક્બ્જાનું ડમ્પર લઇ નાશી છુટ્યો હતો.



સર્જાયેલા આ ભયંકર અકસ્માતમાં નવસારીના વાંસદા ખાતે રહેતા સિધેશ્વરભાઈ ભટેવરાના પત્ની ખુશ્બુબેન ભટેવરા તથા તેમના બાળકો અનેરીકુમારી (ઉ.વ.૧૨) અને નવ્યેશકુમાર (ઉ.વ.૦૬) તેમજ કાર ચાલક દીપકગીરી ગોસ્વામી કારમાં ફસાઈ ગયા હતા,જોકે સ્થાનિકોએ કારનું પતરૂ તોડી - ફાડી ભારે જહેમદ બાદ કારમાં ફસાયેલા તમામ લોકોને બહાર કાઢી ૧૦૮ની મદદથી વ્યારા જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જોકે તમામ લોકોને નજીવી ઇજા પહોંચી હોવાથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપી દેવામાં આવી હતી, કારમાં સવાર તમામ લોકો વાંસદાથી અક્કલકુવા જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત નડ્યો હતો.બનાવ અંગે સિધ્ધેષકુમાર ભટેવરા રહે, મેઈન બજાર vans જૈન મંદિરની બાજુમાં, વાંસદા જીલ્લો-નવસારી નાઓએ ડમ્પર નંબર જીજે/૦૫/biઝેડ/૨૦૩૮ ના ચાલક વિરુદ્ધ વ્યારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application