બારડોલીના વાંકાનેર ગામના માર્ગ પર રીક્ષા અને બુલેટ બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રીક્ષા પલટી મારી ગઈ હતી જયારે બુલેટ ચાલક પોલીસકર્મી પોતાની બાઈક સાથે રોડની બાજુમાં પટકાયો હતો, આ બનાવમાં રીક્ષા ચાલકને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ બારડોલીના વાંકાનેર ગામના માર્ગ પર સોમવારે આશરે ૫ કલાકના અરસામાં એક પોલીસકર્મી પોતાનું ક્બ્જાનું બુલેટ નંબર જીજે/૨૬/એએ/૮૨૮૧ની પુરપાટ ઝડપે હંકારી લઇ આવી રીક્ષા નંબર જીજે/૧૯/યુ/૦૫૧૧ ને ઓવરટેક કરતા રિક્ષાને સાઈટમાં ટક્કર મારી દબાવી હતી. આ અકસ્માતમાં રીક્ષા પલટી મારી હતી જયારે બુલેટ બાઈક રોડની બાજુમાં ફેંકાઈ ગઈ હતી. અકસ્માત સર્જાતા રોડ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર પોલીસકર્મી ખુબજ નશામાં પોતાનું બુલેટ હંકારો હતો. પોલીસકર્મી પાસેથી દેશીદારૂની એક બોટલ પણ મળી આવી હતી.લોકોએ પોલીસકર્મીનું પર્સ તપાસતા તેમાંથી આઈડી કાર્ડ પર વિશાલ કે. ચૌધરી (એલઆર) સુરત સીટી નામનો આઈડી કાર્ડ મળી આવ્યો હતો. આ અકસ્માતમાં પોલીસકર્મીને પણ શરીરે ઈજાઓ પહોંચી હતી.
આપને અહી એપણ જણાવી દઈએ છીએકે,નશાની હાલતમાં પોલીસકર્મી લોકોના હાથે ચઢતા લોકોએ હાથ સાફ કરવાનો મન બનાવ્યું જ હતું જોકે સભ્ય નાગરિકની મદદગારીથી પોલીસકર્મીને માર ખાતા બચાવી લેવામાં આવ્યો હતો. આ અકસ્માત અંગે બારડોલી ગ્રામ્ય પોલીસ મથકનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે,ટેલીફોનીક વર્દી મળી છે. પરંતુ અત્યારસુધીમાં અહીં કોઈ બનાવ દાખલ થયો નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500