વ્યારા-કાકરાપાર માર્ગ ઉપર એક પીકઅપ ટેમ્પો અડફેટે બાઈક ઉપર સવાર બે જણાને ગંભીર ઈજાઓ પહોંચતા વ્યારાની જનક સ્મારક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાનો બનાવ કાકરાપાર પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી અનુસાર વ્યારા-કાકરાપાર માર્ગ પર આવતું ઇન્દુ ગામની આઇટીઆઇ પાસે રોડ ઉપર ગતરોજ એક પીકઅપ ટેમ્પો નંબર જીજે/૧૦/ટીએક્સ/૩૧૧૦ નો ચાલકે પોતાના કબજાનું વાહન પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી અચાનક જમણી બાજુ ટર્ન લેતાં હિરો સ્પ્લેન્ડર બાઈક નંબર જીજે/૨૬/એએ/૬૭૩૬ ઉપર બેસી જઈ રહેલા રમેશભાઇ નપરીયાભાઇ ગામીત અને ફરીયાદી જયંતીભાઇ રામજીભાઇ ગામીત રહેવાસી-વડપાડા ગામ નિશાળ ફળિયુ-વ્યારા બંન્ને જણા રોડ ઉપર બાઈક સાથે પડી જતાં જયંતીભાઈને ડાબા હાથ તથા ડાબા પગના ભાગે મુઢ ઇજા તથા ફરીયાદીના મામાના દિકરા રમેશભાઇ નપરીયાભાઇ ગામીત નાઓને ડાબા પગના ઘુંટણથી નીચેના ભાગે ફેકચર તેમજ શરીરે નાની -મોટી ઇજા પહોંચાડી પીકઅપ ટેમ્પો ચાલક પોતાનો ટેમ્પો લઇ નાશી છુટ્યો હતો.
બનાવ અંગે જયંતીભાઇ ગામીતની ફરિયાદના આધારે કાકરાપાર પોલીસે પીકઅપ ટેમ્પો નંબર જીજે/૧૦/ટીએક્સ/૩૧૧૦ નો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application