Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલવાડા હાઇવે પર અકસ્માત, બાઈક ચાલકનું ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળે મોત

  • July 07, 2023 

વલસાડનાં ઉમરગામ તાલુકાનાં વલવાળા હાઇવે ઉપર પસાર થતા કરમબેલાના એક સાઇકલચાલક યુવકને પાછળથી આવતી મોપેડ ચાલકે અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જેમાં મોપેડ ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા 108ની મદદે ઇજાગ્રસ્ત સાઇકલ ચાલકને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો. અકસ્માત અંગે ભિલાડ પોલીસ મથકે સાયકલ ચાલકે મોપેડ ચાલક યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.



સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કરમબેલા ખાતે રહેતો 20 વર્ષીય સત્યમ રંગ બહાદુર શર્મા નાહુલી ખાતે રોયલ ઇન્ડસ્ટ્રીઝ હબમાં હેલ્પર તરીકે નોકરી કરી સાયકલ ઉપર ઘરે પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન, વલવાડા હાઇવે ઉપર સાંઈ પેટ્રોલિયમ પાસે એક મોપેડ નંબર GJ/15/BS/5519નો ચાલક મોપેડને પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી, સત્યમભાઈની સાયકલને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં સત્યમભાઈ બાજુમાં ઊગેલા ઘાસમાં ફંગોડાઈ ગયા હતા.



જ્યારે મોપેડ ચાલક માનવકુમાર જીતેન્દ્રભાઈ પટેલ મોપેડ સાથે હાઇવે ઉપર ફેકાઈ ગયા હતા. મોપેડ ચાલકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સ્થળ ઉપર જ તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ. સત્યમ ભાઈને અકસ્માતમાં પગમાં તથા ખભાના ભાગે ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે સાઇકલચાલક સત્યમ શર્માએ મોપેડ ચાલક માનવકુમાર જીતેન્દ્રભાઈ પટેલ વિરુદ્ધ ભીલાડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ભીલાડ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application