Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : સોનગઢ રેલ્વે સ્ટેશન રોડ ઉપર અકસ્માત, મોપેડ ચાલક યુવકનું મોત નિપજ્યું

  • March 01, 2023 

સોનગઢના રેલ્વે સ્ટેશન રોડ ઉપર ટ્રેક્ટરની ટ્રોલી પાછળ મોપેડ બાઈક અથડાતા મોપેડ ચાલક યુવકનું ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.


મળતી માહિતી મુજબ સોનગઢના સ્ટેશન રોડ ઉપર આવેલ સર્વોદય નગર નં.૦૧ ના ગેટની સામે રોડ પર તા.૨૭/૦૨/૨૦૨૩ નારોજ નરેન્દ્રભાઈ હિરામણભાઈ મોરે (ઉ.વ.૩૧) રહેવાસી,અવતારા રેસિડંન્સી તા-સોનગઢ  નાનો પોતાના કબ્જાની હિરો મેસ્ટ્રો મોપેડ નંબર-GJ-26-H-6144 ની લઈ ઘરે જતા હતા તે વખતે સ્ટેશન રોડ ઉપર આવેલ સર્વોદયનગર નં.૦૧ ના ગેટની સામે સોનગઢ નગર પાલીકાનું કામ ચાલુ હોય જેમાં ઉપયોગમાં લીધેલ ટ્રેકટરની ટ્રોલી પાછળ મોપેડ અથડાવી દેતા નરેન્દ્રભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમને સારવાર અર્થે વ્યારા ખાતે જનરલ હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા જોકે ટુકું સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.



બનાવ અંગે પ્રવિણભાઇ હિરામણભાઇ મોરેની ફરિયાદની આધારે તા.૨૮/૦૨/૨૦૨૩ નારોજ સોનગઢ પોલીસે બનાવ દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application