તાપી જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે અકસ્માતનું 'ઘર' બની ગયો હોય તેમ છાશવારે અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે નેશનલ હાઈવે નંબર ૫૩ પર સોમવાર નારોજ એક ટ્રકને અકસ્માત નડ્યો હતો. જેને લઇ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી.
તાપીમિત્રના ન્યુઝ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7820092500 hi લખી મોકલો
મળતી માહિતી મુજબ સોનગઢ તાલુકાના કીકાકુઈ ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર -૫૩ ઉપર સોમવાર નારોજ એક ટ્રક ના ચાલકે ટ્રકના સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક હાઇવેના વચ્ચે ડીવાયડર સાથે અથડાઈ અને ત્યારબાદ હવામાં ફંગોળાઈને હાઇવેની બાજુમાં પલટી મારી ગઈ હતી, આ અકસ્માત સર્જાતા હાઇવે પરથી પસાર થતા વાહનોને બ્રેક લાગી ગઈ હતી,આસપાસ માંથી દોડી આવેલા લોકોએ ટ્રકમાંથી તેનો ચાલક અને ક્લીનરને બહાર કાઢ્યા હતા. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500