સોનગઢના વાગદા ગામે નદી ફળિયામાં રહેતાં અવિત ભાઈ સુભાષ ભાઈ ગામીત ગુરુવારે સાંજના સમયે યામાહા બાઈક નંબર જીજે/૦૫/એમએસ/૩૪૫૮ લઈ સોનગઢ તરફ આવ્યા હતાં.આ સમયે વ્યારા ખાતે નોકરી કરતાં અવિત ગામીતનો મિત્ર યોહાન ગામીત અને ઇન્દ્રજીત ગામીત બંને રહેવાસી ગુણસદા તેને મળ્યાં હતા અને ત્રણે મિત્રો મોડે સુધી સોનગઢ ખાતે વાતચીત કરતાં બેઠા હતાં. રાત્રે ૯.૪૫ કલાક ના સમયે અવિત અને યોહાન ગામીત પોતપોતાની બાઈક લઈ ને જ્યારે ઇન્દ્રજીત ભાઈ કાર લઈ ઘર તરફ જવા નીકળ્યા હતા.
અવિત પોતાની યામાહા બાઈક પર આગળ ચાલતો હોય ગુણસદા ગામના હાર્દિક પેટ્રોલપંપ પાસેથી પસાર થતો હતો ત્યારે એક ટેન્કર ચાલક પોતાનું વાહન ગફલત ભરી રીતે હંકારી પેટ્રોલપંપથી ડીઝલ ભરાવી અચાનક રોડ તરફ આવી ગયો હતો અને તેણે અવિત ની બાઈક ને અડફેટે લઈ લીધી હતી.
આ અકસ્માત ના બનાવ માં અવિત રોડ પર ફેંકાઈ ગયો હતો અને માથામાં અને શરીરે ગંભીર ઇજા પામ્યો હતો.આ અકસ્માત અંગે તેની પાછળ જ આવી રહેલાં મિત્રો ને જાણ થતાં તેઓ ગંભીર ઇજાગ્રસ્ત અવિત ગામીતને પોતાની કારમાં સોનગઢ ખાતે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને બાદમાં તેને વધુ સારવાર માટે વ્યારા રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન અવિત ગામીત નું મોત નીપજ્યું હતું. બનાવ અંગે યોહાન ગામિતે અજાણ્યા ટેન્કર ચાલક સામે ઉકાઈ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application