ડાંગ જિલ્લના સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પુણેથી કલોલ પાઇપનો જથ્થો ભરી જતો ટેમ્પોની બ્રેક ફેઇલ થતા ટેમ્પો માર્ગ સાઈડ દિવાલ કુદાવી ખાડામાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. બનાવની વિગત એવી છે કે, સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેના તીવ્ર વળાંક પર પૂણેથી કલોલ લોખંડના પાઇપ ભરી જઈ રહ્યો હતો. તે દરમિયાન ટેમ્પોની બ્રેક ફેઇલ થતા ટેમ્પો માર્ગ સાઈડ આવેલ દિવાલ કૂદી ખાડામાં લટકી ગયો હતો. ટેમ્પોમાં મુકેલ પાઇપનો જથ્થો વેરવિખેર થઇ ગયો હતો. બનાવમાં સદનસીબે ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થતા હાશકારો અનુભવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application