મુંબઇ-અમદાવાદ હાઇવે પર દહાણું પાસે થયેલ એક માર્ગ અકસ્માતમાં કલ્યાણનાં એક જ પરિવારનાં 3 જણાનાં મોત થયા હતા, જ્યારે એક જણને ગંભીર ઇજા થઇ હતી. જોકે ગુજરાતથી મુંબઇ આવી રહેલ એક બ્રીઝા કાર ટ્રક સાથે ભટકાતા દુર્ઘટના ઘટી હતી. મળતી માહિતી અનુસાર, કલ્યાણનાં પ્રખ્યાત ઉદ્યોગપતિ અગ્રવાલ પરિવારનાં 4 જણા લગ્ન સમારંભમાં ભાગ લઇ બ્રિઝા કારમાં મુંબઇ આવી રહ્યા હતા. તે સમયે બપોરે 1 વાગ્યે દહાણું પાસે પૂરઝડપે વેગે કાર આગળથી પસાર થઇ રહેલ ટ્રક સાથે ભટકાઇ હતી.
આ દુર્ઘટનાં એટલી ભીષણ હતી કે, કારમાં પ્રવાસ કરતા સત્યનારાયણ અગ્રવાલ (ઉ.વ.80) સુમિત્રા અગ્રવાલ (ઉ.વ.78) અને આશા દિપક અગ્રવાલ (ઉ.વ.58) ગંભીર ઘવાયા હતા અને ઘટનામાં કાર ચલાવી રહેલ કેતન અગ્રવાલ (ઉ.વ.25) નાને પણ ગંભીર ઇજાઓ થઇ હતી એવું કહેવાય છે કે, કાર ચાલકને સામેથી પસાર થઇ રહેલ ટ્રકનાં વેગનો અંદાજ ન આવતા આ દુર્ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતાં જ હાઇવે પોલીસ ઘટના સ્થલે દોડી આવી હતી.
ત્યારબાદ જખમીઓને કાસાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન 2 જણના મોત થયા હતા. જ્યારે અન્ય એક જણને ધુંદલવાડીની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઉપચાર દરમિયાન તેમનું પણ મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું અને અગ્રવાલ પરિવાર વર્ષોથી મુંબઇ પાસેનાં કલ્યાણમાં સ્થાયી થયેલ છે અને વિવિધ ધંધા-વ્યવસાયમાં રોકાયેલા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500