વ્યારાના કાટીસકુવાનજીક ગામની સીમમાંથી પસાર થતો જમાપુર-વ્યારા હાઇવે રોડ ઉપર બાઈકના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સવાર બે યુવકોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા, આ અકસ્માતના બનાવમાં પનિયારી ગામના યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ વ્યારા તાલુકાના કાટીસકુવાનજીક ગામની સીમમાંથી પસાર થતો જમાપુર-વ્યારા હાઇવે રોડ ઉપર ગત તા.૧૮/૦૨/૨૦૨૩ નારોજ પનિયારી ગામના યુવકો બાઈક નંબર જીજે/૨૬/એફ/૦૯૭૮ પર સવાર થઇ અગાસવાણ તરફથી પસાર થઇ રહ્યા હતા.જોકે રાત્રીનાં અંધારાનાં કારણે રોડ ઉપરનાં વળાંકની તેઓને બરાબર ખબર નહી પડતાં રોડ ઉપરનો વળાંક તેઓથી બરાબર નહી કપાતા મયુર ગામીતે પોતાનો પોતાના કબ્જાની બાઈકના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં રોડની ડાબી સાઈડ પર આવેલ ખાડામાં બાઈક સાથે પટકાયા હતા.
ખટોદરા પોલીસે 0 નંબરથી બનાવ દાખલ કર્યો હતો.
આ અકસ્માતના બનાવમાં બાઈક પાછળ બેસેલ સમીરકુમાર નિલેશભાઇ ગામીત રહે.પનિયારી ગામ,માહ્યાવંશી ફળિયું તા.વ્યારા નાને પીઠનાં ભાગે મુઢમારની ઇજા પહોંચી હતી જયારે બાઈક ચાલક મયુરભાઇ જિગ્નેશભાઇ ગામીત રહે.પનિયારી ગામ,હોળી ફળીયું તા.વ્યારા નાને માથાનાં ભાગે ગંભીર ઇજા તથા શરીરે નાનીમોટી ઇજા પહોંચતા લોહીલુહાણ હાલતમાં થઇ જતાં પ્રાથમિક સારવાર વ્યારા જનરલ હોસ્પીટલમાં કરાવ્યા બળ વધુ સારવાર માટે નવી સીવીલ હોસ્પીટલ સુરત લઇ જવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમ્યાન તા.૨૧/૦૨/૨૦૨૩ નાં મયુર ગામીતનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે સમીર ગામીતની ફરિયાદના આધારે સુરતના ખટોદરા પોલીસે 0 નંબરથી બનાવ દાખલ કરી વધુ તપાસ માટે તા.૦૨/૦૪/૨૦૨૩ નારોજ કાકરાપાર પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500