અંકલેશ્વર-નેશનલ હાઇવે ઉપર તિરંગા હોટલ નજીક સરકારી એસ.ટી બસ ને અકસ્માત નડયો,બસ માં સવાર પેસેન્જરોને નાની મોટી ઇજાઓબનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના નેશનલ હાઇવે ૪૮ વિસ્તારમાં અકસ્માત ની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે.
ખાસ કરી ભરૂચ ના પાલેજ થી અંકલેશ્વરના પાનોલી સુધીના વિસ્તારમાં અનેક સ્થળે છાશવારે અકસ્માતના બનાવો બની રહ્યા છે,જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત તો અનેક લોકો મોત ને પણ ભેટી રહ્યા છે,તેવામાં વધુ એક ઘટના સામે આવી છે, અંકલેશ્વરના નેશનલ હાઇવે ૪૮ ઉપર આવેલ તિરંગા હોટલ નજીક પાસે આજે સવારે એક સરકારી એસ.ટી બસ ના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા એસ.ટી બસ રસ્તા ઉપર થી સાઇડ પર ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો.
સર્જાયેલ અકસ્માતની ઘટનામાં બસ માં સવાર અનેક મુસાફર પેસેન્જરોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી, અકસ્માતના પગલે એક સમયે હાઇવે વિસ્તારમાં ટ્રાફિક જામના પણ ડ્રશ્યો સર્જાયા હતા કે બાદ પોલીસે સ્થળ દોડી જઈ બસ ને ક્રેન ની મદદથી બાહર કાઢવાની તજવીજ હાથધરી ટ્રાફિક ને ખુલ્લો મૂકવાની કામગીરી હાથધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ આંદોલન મોકૂફ રાખ્યું
April 03, 2025જરોદ નજીકથી લકઝરી બસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
April 03, 2025ગોંડલ હાઇવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો
April 03, 2025