Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હાઈવા ટ્રકે એક રાહદારી ને અડફેટ માં લેતા મોત

  • October 04, 2020 

નર્મદા જિલ્લામાં અકસ્માતો વધી રહ્યા છે જેમાં માતેલા સાંઢ ની જેમ જતા તોતિંગ હાઈવા ટ્રકો દ્વારા વારંવાર અકસ્માતો થતા જોવા મળે છે જેમાં વધુ એક રાહદારી ને હાઈવા ટ્રકે અડફ્ટ માં લેતા તેમનું ઘટના સ્થળે મોત થયું હતું.

 

પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ તાલુકા ના નવા વાઘપુરા ગામની ચોકડી પાસે નેશનલ હાઇવે નં.56 ઉપર રોડ ક્રોસ કરવા જતા છત્રસિંહ ગોપાલભાઇ તડવી ને બેફામ જતી એક હાઈવા ટ્રક નંબર- GJ/5/BT/0141 એ અડફ્ટમાં લેતા માથામાં ગંભીર ઇજા કરી ઘટના સ્થળે જ મોત નિપજાવી પોતાની ટ્રક સ્થળ પર મૂકી ચાલાક નાસી છૂટ્યો હતો. આ બાબતે સંજય તડવી એ રાજપીપળા પો.સ્ટે.માં ફરિયાદ આપતા પોલીસે ટ્રક ચાલાક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.(ભરત શાહ દ્વારા રાજપીપળા)

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application