મનિષા સુર્યવંશી/વ્યારા : વ્યારાના કપુરા ગામના ત્રણ રસ્તા પાસે એક ફોર વ્હીલ ગાડી અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનો બનાવ વ્યારા પોલીસ મથકે દાખલ થયો છે..
મળતી માહિતી અનુસાર વ્યારા-ઉનાઈ માર્ગ પર આવતું કપુરા ગામના ત્રણ રસ્તા પાસે ગત તારીખ ૧૩/૦૪/૨૦૨૨ નારોજ એક ફોર વ્હીલ ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલ ગાડી નંબર જીજે/૧૯/એએમ/૪૭૧૯ ની પુરઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઇડમાં હંકારી લઇ આવી બાઈક નંબર જીજે/૨૧/એપી/૨૩૫૩ને ટક્કર મારતા બાઈક ચાલક રાહુલભાઇ ગણપતભાઇ ગામીત (ઉ.વ.૩૧)નાને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા તથા જમણા હાથે ફેકચર થયું હતું.
જેમનું ચાલુ સારવાર દરમ્યાન તા.૧૫/૦૪/૨૦૨૨ ના રોજ મોત નિપજ્યું હોવાનો બનાવ તા.૨૭મી એપ્રિલ નારોજ વ્યારા પોલીસ મથકે નોંધાયો છે. આ બનાવ અંગે મૃતક યુવકની બહેન શશીકલાબેન અક્ષયભાઇ ચૌધરી રહે,આંબીયાગામ ગોડાઉન ફળીયુ-વ્યારા નાઓની ફરિયાદના આધારે ફોર વ્હીલ ગાડી નંબર જીજે/૧૯/એએમ/૪૭૧૯નો ચાલક વિરુદ્ધ વ્યારા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500