Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા-માંડવી માર્ગ પર અકસ્માત, બે યુવતીઓનું સારવાર દરમિયાન મોત

  • November 13, 2020 

વ્યારા : વ્યારા-માંડવી હાઇવે માર્ગ પર બોલેરો ગાડીના ચાલકે એકટીવા ગાડીને સામેથી ટક્કર મારતા એકટીવા ઉપર સવાર બે યુવતીઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનો બનાવ કાકરાપાર પોલીસ મથકે દાખલ થયો છે.

 

 

મળતી માહિતી અનુસાર વ્યારા-માંડવી રોડ પર આવતું ચાંપાવાડી ગામની સીમમાંથી પસાર થતો હાઇવે માર્ગ પર આજરોજ સવારે આશરે 10:45 કલાક ના અરસમાં એક બોલેરો ગાડી નંબર જીજે/26/ટી/1894 ના ચાલકે પોતાના કબજાની બોલેરો ગાડીને પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી એકટીવા ગાડી નંબર જીજે/26/એલ/8914 ને સામેથી અથડાવી હતી..જેના કારણે એકટીવા ગાડી ઉપર સવાર સ્મિતાબેન હરીશભાઈ ગામીત (ઉ.વ.27) રહે, ચિખલવાવ,ગામીત ફળિયું તા.વ્યારા અને પ્રીતીકાબેન ભુપેન્દ્રભાઈ ગામીત (ઉ.વ.27) રહે, સરકુવા, પારસી ફળિયું તા.વ્યારા નાની બંને યુવતીઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા વ્યારા ખાતે રીધમ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

 

 

જ્યાં ટુકી સારવાર દરમિયાન  સ્મિતાબેન ગામીત  નું મોત નીપજ્યું હતું જયારે પ્રીતીકાબેન ગામીતને વધુ સારવાર અર્થે સુરત ખાતે કિરણ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી જ્યાં તેમનું પણ ટુકી સારવાર બાદ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. 

 

 

બંને યુવતીઓની હાલ માં જ ગુજરાત પોલીસમાં ભરતી થયેલ હતી. અને જુનાગઢ પીટીસી ખાતે પોલીસ ટ્રેનીંગ કરતી હોય તથા તેમની પસંદગી સુરત શહેર કંટ્રોલ ખાતે થઇ હતી. જોકે આજરોજ પોતાના ઘરેથી ઈ-ગુજકોપ ઓનલાઈન ટ્રેનીંગ માટે વ્યારાના કાકરાપાર પોલીસ મથકે જવા નીકળી હતી તે દરમિયાન ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. બનાવ અંગે તરુણભાઈ હરીશભાઈ ગામીત રહે,ચિખલવાવ તા.વ્યારા નાઓની ફરીયાદન આધારે બોલેરો ગાડીના ચાલક વિરુધ્ધ કાકરાપાર પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application