વલસાડ સુગર ફેકટકરી પાસે હાઇવે ઉપર વાંસદાથી વાપી તરફ જતી એક મોપેડને પાછળ આવતા એક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં મોપેડમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ સ્થાનિક લોકો અને વાહન ચાલકોને થતા તાત્કાલિક મહિલાની મદદે દોડી આવ્યા હતા. ઘટના અંગે 108ની મદદ વડે સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્ત મહિલાને સારવાર નાતે પારડીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતના વાંસદા ખાતેથી એક મહિલા તેની મોપેડ લઈને વલસાડ સુગર ફેક્ટરી બ્રિજ પાસેથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે મહિલાની મોપેડને અડફેટે લઈને અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં મહિલાની મોપેડને આચનક આગ લાગી ગઈ હતી. મોપેડમાં આગ લાગતા મહિલા ગભરાઈ ગઈ હતી. અને ગંભીર રીતે દાજી ગઈ હતી.
ઘટનાની જાણ સ્થાનિક લોકો અને વાહન ચાલકોને થતા તાત્કાલિક અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ મહિલાની મદદે દોડી આવ્યા હતા. અને મોપેડમાં લાગેલી આગ ઉપર કાબુ લેવા વલસાડ ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી હતી. સાથે સ્થાનિક લોકોએ 108ની ટીમની મદદ લઈને ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા મદદ લેવામાં આવી હતી. ઘટનાની જાણ વલસાડ નગર પાલિકા ફાયર ફાઈટર અને 108ની ટીમ અને વલસાડ રૂરલ પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 108ની ટીમે ઇજાગ્રસ્ત મહિલાને પારડીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. વલસાડ નગર પાલિકાની ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મોપેડમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. મોપેડ બળીને ખાખ થઈ ગઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application