સોનગઢના સોનારપાડા ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે માર્ગ પર અજાણ્યા પીકઅપ ટેમ્પો અડફેટે મોપેડ ચાલકને ગંભીર ઈજા પહોચી હતી જયારે મોપેડ પાછળ બેસેલા યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ સોનગઢ તાલુકાના સોનારપાડા ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર ૫૩ ઉપર ડામર પ્લાન્ટની સામે આવેલ કટ પાસે તા.૩૦મી ડીસેમ્બર નારોજ સાંજે આશરે ૪:૩૦ કલાકના અરસામાં એક પીકઅપ ટેમ્પા જેવા અજાણ્યા વાહન ચાલકે પોતાના ક્બ્જાનું વાહન પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઇ આવી મોપેડ નંબર જીજે/૨૬/એસી/૬૧૭૦ને અડફેટે લીધી હતી.
આ અકસ્માતમાં મોપેડ ચાલક વિપુલભાઈ વિનોદભાઈ ગામીત રહે,લક્કડકોટ દેવલીખાંચ ફળિયું તા.નવાપુર-મહારાષ્ટ્ર નાને ઈજાઓ પહોચી હતી જયારે તેની સાથે મોપેડ પાછળ બેસેલો તેનો મિત્ર સુશીલભાઈ દિલીપભાઈ ગાવીત (ઉ.વ.૨૨) રહે, લકડકોટ ટેમરી ફળિયું,નવાપુર-મહારાષ્ટ્ર નાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે ઈજાગ્રસ્ત વિપુલભાઈ ગામીતની ફરિયાદના આધારે સોનગઢ પોલીસે અજાણ્યા પીકઅપ ટેમ્પો ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500