Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના ખરસી ગામ પાસે કાર વૃક્ષ સાથે અથડાતા એક નું મોત

  • October 09, 2020 

સોનગઢ ના ખરસી ગામ પાસે એક કાર વૃક્ષ સાથે અથડાતાં કારમાં બેસેલ 15 વર્ષીય યુવક નું મોત નીપજ્યું હતું. જયારે ત્રણ જણાને ઈજા પહોચી હોવાનો બનાવ સોનગઢ પોલીસ મથકે નોંધાયો છે.

 

મળતી માહિતી અનુસાર તા.6-ઓક્ટોબર નારોજ સોનગઢ તાલુકાના ના ડોસવાડા ગામે રહેતા સુરેશભાઈ નગીનભાઈ ગામીત પોતાની સ્વીફ્ટ કાર નંબર જીજે/26/એ/6037 લઈ એમાં એમના પુત્ર નિકેશ સુરેશ ગામીત અને અન્ય બે મિત્રો સાથે ખેતરે ગયા હતા ખેતરે થી પાછા ફરતી વખતે કાર ખરસી ગામની સીમ માંથી પસાર થઈ રહી હતી તે દરમિયાન વળાંકમાં કાર રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને ખાખરા ના વૃક્ષ સાથે અથડાઈ હતી.

 

આ અકસ્માતમાં કાર ચાલક સુરેશભાઈ અને એમની સાથે બેસેલ અવિનાશ રાજેશ ગામીત, શકુત હિતેશભાઈ ગામીત અને નિકેશ સુરેશ ગામીત ને ઇજા થઇ હતી. આ પૈકી કારચાલક સુરેશભાઈ ના દીકરા નિકેશ સુરેશ ગામીત (ઉ.વ.15) ને ગંભીર ઇજા થતા એનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે અવિનાશભાઈ રાજેશભાઈ ગામીતની ફરિયાદના આધારે સોનગઢ પોલીસે બનાવ દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application