Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ:સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બાઈક ઝાડ સાથે અથડાઈ ચાલક નું મોત

  • October 12, 2020 

સોનગઢ : સોનગઢ તાલુકાના ધમોડી ગામના પટેલ ફળીયામાં રહેતો 45 વર્ષીય પ્રતાપભાઈ નવજીભાઈ ગામીત,પોતાની કબ્જાની મોટર સાયકલ નંબર જીજે/26/એસ/1576 લઈને ગત શનિવારે રાત્રે આશરે 8:40 કલાકના અરસામાં નીકળ્યા હતા.

 

તે દરમિયાન બાઈકના સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા ઝીણાભાઈ ભીલ્યાભાઈ ગામીત ના ઘરની સામે બાઈક રોડની બાજુમાં ઉતરી ગઈ હતી અને આંબલીના ઝાડ સાથે અથડાઈ હતી.જેના કારણે પ્રતાપભાઈ ને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું.


બનાવ અંગે મુકેશભાઈ નરોત્તમભાઈ ગામીત રહે,પટેલ ફળિયું,ધમોડી ગામ-સોનગઢ નાઓની ફરિયાદના આધારે સોનગઢ પોલીસે બનાવ રજીસ્ટર કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application