પુર પાટ ઝડપે દોડતા આઈશર ટેમ્પાના ચાલકે સામેથી બાઈક ને ટક્કર મારતા એક વ્યક્તિ નું મોત નીપજ્યું હતું જયારે બે જણાને ઈજા પહોચી હોવાનો બનાવ ઉકાઈ પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ સોનગઢ-ઉકાઈ માર્ગ પર આવતું ભીમપુરા ગામના ત્રણ રસ્તાની આગળ દક્ષિણમુખી હનુમાનજીના મંદિર પાસે તા.6-ઓકટોબર નારોજ સવાર ના 9 કલાક ના અરસામાં પુરપાટ ઝડપે દોડતા આઈશર ટેમ્પો નંબર જીજે/6/એઝેડ/1866 નો ચાલક મુસ્તાકભાઈ આદમભાઈ પટેલ રહે,ભરૂચ નાએ પોતાના કબજાનો ટેમ્પો બેફીકરાઈ અને ગફલતભરી રીતે હંકારી લાવી મોટર સાયકલ નંબર જીજે/05/એપી/2712 ને સામેથી ટક્કર મારી હતી.
જેના કારણે મોટર સાયકલ ઉપર સવાર ત્રણ જણા રોડ ઉપર પટકાતા (1) દીપકભાઈ સામરાવ પવાર (ઉ.વ.32) રહે,દેવળ ફળિયું તા,નવાપુર નાઓને શરીરે ગંભીર ઈજા પહોચી જેમને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જતા દરમિયાન મોત નીપજ્યું હતું. જયારે (2) કિશનાભાઈ હરીભાઈ મોહિત (3) વિનોદભાઈ સામરાવ પવાર રહે,દેવળ ફળિયું તા,નવાપુર જી,નંદુરબાર (મહારાષ્ટ્ર) બંને જણાને શરીરે ગંભીર ઈજાઓ પહોચી હતી.
બનાવ અંગે કિશનાભાઈ હરીભાઈ મોહિતે ની ફરિયાદના આધારે ઉકાઈ પોલીસે આઈશર ટેમ્પાના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
મોટર સાયકલ ઉપર સવાર ત્રણેય જણા માંડવીના આમલીડેમ પાસે પથ્થર ફોડવાનું મજુરી કામ કરતા હોય નવાપુર ખાતે મરણ પ્રસંગમાં જવા નીકળ્યા હતા તે દરમિયાન અકસ્માત નડ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500