Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભાણદ્રા ચોકડી પાસે અક્સ્માત્ત, 2 ને ઈજા

  • December 29, 2020 

ગોરાથી ભાણદ્રા ચોકડી જવાના રસ્તા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા બે વ્યક્તિને ગંભીર ઈજા પહોચી હતી.

 

 

 

કેવડીયા પોલીસ મથકે અકસ્માત ગુના નોંધાયો હતો જેમાં ફરિયાદી અનિલભાઈ પોતાની મોટરસાઈકલ નંબર.જીજે/૨૨/એલ/૭૨૬૫ ઉપર રાજેશભાઈ મોતીભાઈ તડવીને બેસાડીને ભાણદ્રા ચોકડી તરફથી કેવડીયા તરફ ઘરે આવતા હતા. તે સમયે કાર નંબર.એમએચ/૪૮/બીટી/૧૮૭૦ના ચાલકે તેની કાર પુરઝડપે  અને ગફલતભરી રીતે હંકારી રોંગ સાઈડ આવી અનિલભાઈની મોટરસાઈકલ સાથે અથડાયા હતા જેમાં મોટરસાઈકલ પર સવાર બંનેને ઈજા થઈ હતી જ્યારે કાર ચાલક અથડાયા બાદ ત્યાંથી નાસી છૂટતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.    


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application