મનિષા એસ. સુર્યવંશી/ વ્યારા : સોનગઢનાં ઉમરદા ગામનાં ડેરી નજીક હિંદલા ગામથી ઉમરદા તરફ આવતા રોડ ઉપર એક પિકઅપ ટેમ્પાનાં ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં ત્રણ જણા ઈજાગ્રસ્ત થયા હતા, જયારે એકનું ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, સોનગઢનાં ઉમરદા ગામનાં ડેરી નજીક હિંદલા ગામથી ઉમરદા તરફ આવતા રોડ ઉપર ગત તારીખ 25/03/2023નાં રોજ રાત્રીનાં સમયે રાજેશભાઈ સુનીલભાઈ સાબળે (રહે.શીવ (મારૂતીપાડા) તા.સાક્રી, જિ.ધુલીયા, મહારાષ્ટ્ર) નાએ પોતાની કબ્જાની બોલોરો પિકઅપ ટેમ્પો નંબર MH/18/BG/9046 પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી આગળ રોડ ઉપર વળાંકમાં સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો જોકે આ અકસ્માતમાં પિકઅપ ટેમ્પો રોડ ઉપર પલ્ટી ખાઈ જતાં પોપટભાઈ બાબુરાવભાઈ ચૌરે નાઓ દબાઈ ગયેલ અને સાથેના માણસો શીલપાભાઈ નાઓને હાથમાં તેમજ સંજયભાઈ નાઓને પાછળ કમરમાં અને યોગેશભાઈ નાઓને માથમાં તેમજ કાનના ભાગે ઈજા થઈ હતી.
જયારે આ અકસ્માતમાં પોપટભાઈ ચૌરે નાઓ ટેમ્પાનાં વ્હિલ નીચે દબાઈ જતાં તેઓને માથમાં ભાગે ગંભીર ઈજા પહોંચતા સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે જિલોદભાઈ સુકાભાઈ રાઊત (રહે.ખરગાવ, તા.સાક્રી, જિ.ધુલીયા મહારાષ્ટ્ર) નાઓએ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500