Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બે કાર વચ્ચે અકસ્માત, સોનગઢ પોલીસ સ્ટેશનના એસએસઆઈનો ચમત્કારિક બચાવ

  • May 23, 2021 

સોનગઢમાં બે કાર વચ્ચે થયેલ જોરદાર અકસ્માતમાં એસએસઆઈ ભુપેન્દ્રભાઈનો ચમત્કારિક બચાવ થયો છે. જોકે બંને કાર ચાલકોને શરીરે સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જણવા મળ્યું છે.

 

 

 

 

મળતી માહિતી અનુસાર સોનગઢના દશેરા કોલોની માર્ગ પર રવિવારે રાત્રે ના સમયે સોનગઢ પોલીસ સ્ટેશનના એસએસઆઈ ભુપેન્દ્રભાઈ પોતાની કાર નંબર જીજે/26/એન/7300 લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન સામેથી આવતી એક ઈનોવા કાર નંબર જીજે/18/એએચ/3114 અને એસએસઆઇની કાર વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઇ હતી. અકસ્માતની જાણ થતા સ્થાનિકો અને પોલીસ સ્ટાફના માણસો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.

 

 

 

જોકે આ અકસ્માતમાં એએસઆઈને શરીરે સામાન્ય ઈજાઓ પહોચી હોવાનું જાણવા મળ્યું છે. જેમને નજદીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.(ફોટો-યુવરાજ પ્રજાપતિ-સોનગઢ ) 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application