ડોલવણ તાલુકાના વાંકલા ગામના પેટ્રોલ પંપ પાસે બે સપ્તાહ પહેલા બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે જણાને શરીરે ગંભીર ઈજાઓ પહોચી હોવાનો બનાવ ડોલવણ પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી અનુસાર ડોલવણ તાલુકાના કુંભિયા ગામના મિશન ફળીયામાં રહેતો નટુભાઇ ઠાકોરભાઇ ચૌઘરી અને પ્રતાપભાઇ શંકરભાઈ ચૌધરી રહે,કણજોડ-વાલોડ નાઓ સાથે ગત તા.૧૩મી ડિસેમ્બર નારોજ સ્પ્લેન્ડર બાઈક જીજે-૨૬-ડી-૭૧૧૦ ની લઇને મોટર સાયકલમાં પેટ્રોલ ભરાવવા વાંકલા પેટ્રોલ પંપ ઉપર જતા હતા તે વખતે નટુભાઇ પાછળ હોઇ તથા પ્રતાપભાઇ બાઈક ને સાઇડ લાઇટ તથા હાથ બતાવી રસ્તો ક્રોસ કરી રહ્યા હતા.
તે દરમિયાન ઉનાઇ તરફથી એક અજાણ્યો બાઈક ચાલક પોતાની કબજાની બાઈક પુરઝડપે ગફલત ભરી હંકારી લાવી બાઈકને પાછળથી ટક્કર મારતા નટુભાઈ અને પ્રતાપભાઈ બન્ને જણા રોડ ઉપર પડી જતા નટુભાઈભાઈને કપાળના ભાગે તથા છાતીના ભાગે તથા બન્ને પગના ઘુટણના ભાગે તથા જમાણા પગના નળાના ભાગે ફેક્ચર થયું જયારે પ્રતાપભાઈને પણ ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે ટક્કર મારનાર બાઈક ચાલકને ઈજા પહોચી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. બનાવ અંગે ડોલવણ પોલીસે નટુભાઇ ઠાકોરભાઇ ચૌઘરીની ફરિયાદના આધારે તા.૩૦મી ડિસેમ્બર નારોજ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application