Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલનાં ચિત્તપુર ગામનાં ફાટા પાસે બે બાઈક વચ્ચે અકસ્માત : ત્રણને ઈજા, એકનું સારવાર દરમિયાન મોત

  • December 28, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલનાં ચિત્તપુર ગામનાં ફાટા પાસે ઉચ્છલથી નિઝર જતાં સ્ટેટ રોડ ઉપર બે બાઈક વચ્ચેનાં અકસ્માતમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું,જયારે ત્રણ જણા ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ, ઉચ્છલનાં કરોડ ગામનાં પટેલ ફળિયામાં રહેતા અશોકભાઈ સૂર્યકાંતભાઈ વળવી નાઓ મંગળવારનાં રોજ બપોરનાં સમયે બાઈક નંબર GJ/26/AF/4232ને લઈને બિયારણ લેવા માટે તેમના નાના સસરા વિક્રમભાઈ માહર્યાભાઈ વસાવાનાં ઘરે ચિત્તપુર ગામે જવા માટે ભાણેજ પ્રીતમભાઈ પ્રમોદભાઈ વસાવા સાથે નીકળેલા અને ટાવલી ગામ થઈ ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઈવે ઉપરથી ચિત્તપુર ગામનાં ફાટા પાસે વળતા હતા.



તે સમયે પાછળથી KTM બાઈક નંબર MH/15/BS/9109નાં ચાલકે પોતાની બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી અશોકભાઈની બાઈકને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં અશોકભાઈને જમણા પગના પંજાનાં ભાગે તથા ચહેરાના ભાગે ઈજા પહોંચી હતી. જયારે બાઈક ચાલક અશોકભાઈનો ભાણેજ પ્રીતમભાઈને પણ ચહેરાના ભાગે તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમજ KTM બાઈક પર સવાર બંને ઇસમોને પણ ઈજાઓ પહોંચી હતી તમામ ઈજાગ્રસ્તોને 108ની મદદથી પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જોકે પ્રતીમભાઈ સહીત જણાને વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર ટુકી સારવાર દરમિયાન તા.26/12/2023 નારોજ પ્રતીમભાઈ વસાવાનું મોત નિપજ્યું હતું.આ બનાવ અંગે ઉચ્છલ પોલીસ મથકે KTM બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application