ડાંગ જિલ્લાનાં શામગહાનથી આહવાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં ભાંદા ગામ નજીક બે બાઈક સામસામે અથડાતા ઘટના સ્થળે બે યુવાનના મોત નિપજ્યાં હતા, જયારે એકને ગંભીર ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ડાંગનાં પાયરઘોડીથી શનિવારે લગ્ન પ્રસંગે જઈ રહેલા યુવકની બાઈક અને મહારાષ્ટ્રનાં વિસરવાડીનાં યુવાનોની બાઈક આહવાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરી માર્ગનાં ભાંદા ગામ નજીકનાં વળાંકમાં સામસામે અથડાતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
જયારે આ અકસ્માતમાં બંને બાઈકનો ભૂખો બોલાય ગયો હતો, જયારે બાઈક પર સવાર મુકેશભાઈ છગનભાઈ મોહિતે (ઉ.વ.35, રહે.વિસરવાડી,મહારાષ્ટ્ર) અને ચંદ્રકાન્તભાઈ સુરેશભાઈ ઘાગડે (ઉ.વ. 26, રહે.પાયરઘોડી, ડાંગ) નાને ગંભીર ઈજા પહોંચતા તેઓનું મોત નીપજ્યું હતું. જોકે બાઈક પર સવાર ત્રીજો યુવક લકી અજય મોહિતેને ગંભીર ઈજા પહોંચતા પ્રથમ 108 એમ્બ્યુલન્સમાં આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી, જ્યાં તેની હાલત નાજુક જણાતા વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. બનાવ અંગે આહવા પોલીસની ટીમે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500