Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના અગાસવાણ પાસે બે બાઈક વચ્ચે અકસ્માત

  • May 02, 2022 

સોનગઢના પીપળકુવા ગામે રહેતાં ફિલિપ ભાઈ રમેશભાઈ ગામીત મજૂરી કરી જીવન ગુજરાન ચલાવે છે.ગત ૨૮મી એપ્રિલે સાંજ ના સમયે ફિલિપભાઈ તેમના મિત્ર મિતુલ ભાઈ રમેશ ભાઈ ગામીત સાથે બાઈક પર બેસી મિતુલ ના બહેન કે જે પેરવડ ગામે રહે છે ત્યાં જવા નીકળ્યા હતા. બંને મિત્રો અગાસવાણ ગામના ઉમરી ફળિયા ના જાહેર રોડ થઈ પસાર થઈ રહ્યાં હતાં ત્યારે એક બાઈક નંબર જીજે/૧૯/ઝેડ/૧૮૧૫નો ચાલક નીરવભાઈ રણજિત ભાઈ ગામિતે પોતાની બાઈક પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી મિતુલની બાઈક સાથે પોતાની બાઈક અથડાવી અકસ્માત કર્યો હતો.


આ અકસ્માતના કારણે ત્રણે યુવકો રોડ પર પટકાયા હતા અને શરીરે વધતાં ઓછાં પ્રમાણમાં ઇજા પામ્યા હતા.આ બનાવમાં મિતુલ ભાઈ ગામીત ને માથામાં, જમણી આંખ પાસે ગંભીર ઇજા થઇ હતી જ્યારે ફરિયાદી ફિલિપ ને કપાળ ના ભાગે અને શરીરે મૂઢ માર સહિત ની ગભીર ઇજા થઇ હતી જ્યારે નીરવ ભાઈ ગામીત ને સામાન્ય ઇજા થઇ હતી.


મિતુલભાઈ અને ફિલિપભાઈ ને સારવાર અર્થે ૧૦૮ની મદદ થી વ્યારા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓ સારવાર હેઠળ હતા. બનાવ અંગે સોનગઢ પોલીસ મથકે ફિલિપ ગામિતે સામેની બાઈક ના ચાલક નીરવ ગામીત સામે ફરિયાદ લખાવતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application