ડોલવણમાંથી પસાર થતો વ્યારાથી ઉનાઇ તરફ જતાં રોડ ઉપર ખાંડસરીના દરવાજાની સામે બે બાઈક વચ્ચે સામસામે ટક્કર થતા એક બાઈક ચાલકનું મોત નિપજ્યું હોવાનો બનાવ ડોલવણ પોલીસ મથકે રજીસ્ટર થયો છે.
મળતી માહિતી મુજબ ડોલવણમાંથી પસાર થતો વ્યારાથી ઉનાઇ તરફ જતાં રોડ ઉપર ખાંડસરીના દરવાજાની સામે રોડ ઉપર તા.૧૧/૧૨/૨૦૨૨ કલાક: ૦૦/૦૦ થી ક-૨/૦૦ દરમ્યાન હરકોઇ વખતે ડીસ્કવર બાઈક નંબર GJ-19-K-5234 ના ચાલકે તેની બાઈક પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સામેથી સન્મુખભાઇ નુરજીભાઇ ગામીતની પેશન પ્રો બાઈક નંબર GJ-26-E-1094ને ટક્કર મારી રોડ ઉપર પાડી નાખી સન્મુખભાઇ નુરજીભાઇ ગામીતનાઓને બંને પગે ધુટણથી નીચે તથા મોઢાના ભાગે તેમજ કપાળના ભાગે ગંભીર ઇજા પહોંચાડતા સન્મુખભાઈ ગામીતનું મોત નિપજ્યું હતું.
બનાવ અંગે જોતિનભાઇ વિનોદભાઇ ચૌધરી ઉ.વ.૩૩ ધંધો-નોકરી રહે.વાંકલા આશ્રમ ફળીયું તા.ડોલવણ નાઓની ફરિયાદના આધારે ડોલવણ પોલીસએ ડીસ્કવર બાઈક નંબર GJ-19-K-5234નો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application