Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના બોરખડી ગામે બે બાઈક વચ્ચે અકસ્માત,બે જણાના મોત

  • July 27, 2022 

વ્યારાના બોરખડી ગામે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બંને બાઈક ચાલકના સ્થળ ઉપર જ મોત નિપજ્યા હોવાનો બનાવ વ્યારા પોલીસ મથકે નોંધાયો છે.



બંને બાઈક ચાલકોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ મોત નિપજ્યા હતા.

મળતી માહિતી અનુસાર વ્યારા તાલુકાના કોહલી ગામના તળાવ ફળીયામાં રહેતા અરવિંદભાઈ ચુનીલાલ ચૌધરી (ઉ.વ.૫૨) નાઓ તા.૨૬મી જુલાઈ ૨૦૨૨ નારોજ બાઈક નંબર જીજે/૧૯/કે/૩૨૭૧ લઈને બોરખડી ખાતે આવેલ દૂધ ડેરીમાં દૂધ ભરવા માટે નિકળ્યા હતા.તે દરમિયાન બોરખડી ગામના દાદરી ફળિયા રોડ ઉપર સામેથી આવતી એક ડ્રીમ યોગા મોપેડ નંબર જીજે/૨૬/એચ/૯૫૦૪નો ચાલક અનીલભાઈ વિનોદભાઈ ચૌધરી રહે,બોરખડી ગામ દાદરી ફળિયું-વ્યારા નાએ પોતાની કબજાની મોપેડ પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી લઇ આવી અરવિંદભાઈ ચૌધરીની બાઈકને સામેથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બંને બાઈક ચાલકોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ મોત નિપજ્યા હતા.



બનાવ અંગે મૃતક અરવિંદભાઈ ચૌધરીનું પુત્ર પરેશભાઈ અરવિંદભાઈ ચૌધરીની ફરિયાદના આધારે વ્યારા પોલીસે બનાવ દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application