ઉચ્છલનાં નારણપુર ગામ પાસે એક ટ્રકે ટેમ્પોને પાછળથી ટક્કર મારતા એક વ્યક્તિનું ઘટના પરજ મોત નીપજ્યું હતું. જયારે અન્ય એક વ્યક્તિને ઈજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ ફરિયાદ કરાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ઉચ્છલનાં નારાણપુર ગામ પાસેથી પસાર થતો ઉચ્છલ-નિઝર હાઇવે રોડ ઉપરથી મોડી રાત્રે એક ટ્રક નંબર જેજી/15/એટી/1345 નો ચાલક મહેન્દ્રભાઈ હરેસિંગભાઈ બધેલએ પોતાના કબ્જાનો ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ આવી રસ્તા નજીક ઉભો રાખેલ એક આઈશર ટેમ્પો નંબર એમએચ/04/એફપી/2918ને પાછળથી ટક્કર મારતા ટેમ્પોની બાજુમાં ઉભેલ ડ્રાઈવર દિપકભાઈ અંકતભાઈ બાદશાહને શરીરે ગંભીર ઈજાઓ પહોચતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જયારે શાંતિલાલભાઈ બૃજલાલ ઉઈક ને નાકના ભાગે, મોઢાના ભાગે તેમજ ડાબી આંખની ઉપરના ભાગે ઈજાઓ પહોંચી હતી.
બનાવ અંગે શાંતિલાલભાઈએ ટ્રક ચાલક મહેન્દ્ર બધેલ વિરુદ્ધ ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500