સોનગઢના ટોકરવા ગામ પાસે કાર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં નવસારીના યુવકનું મોત નિપજયું હોવાનો બનાવ સોનગઢ પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી અનુસાર સોનગઢના ટોકરવા ગામ પાસે મંગળવાર નારોજ એક હુન્ડાઈ કંપનીની આઈ-10 કાર નંબર જીજે/06/એમડી/4457 ના ચાલક પોતાની કાર પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઇ આવી પલ્સર 220 બાઈક નંબર એમએચ/03/બીયુ/5685 ને અડફેટે લેતા બાઈક ચાલક હેમંતભાઈ નટવરલાલ પટેલ (ઉ.વ.38) રહે, મેઘ ધનુષ એપાર્ટમેન્ટ,લુન્સીકુઈ-નવસારી નાઓને માથા તેમજ છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
બનાવ અંગે મૃતક યુવકના પિતા નટવરલાલ લલ્લુભાઈ પટેલએ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આઈ-10 કાર ચાલકના વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.(સાંકેતિક તસ્વીર)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500