મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં સોનારપાડા ગામનાં નવી વસાહત નજીક આવેલ ડુંગરની ગોળાઈ પાસે બગડેલ રીક્ષાને રીક્ષા પાછળ બાંધીને સોનગઢ તરફ લઈ જતાં હતા તે સમયે બંધ રીક્ષાનાં ચાલકે પોતાનું કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં રીક્ષા નીચે દબાઈ જતાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે અંગે રીક્ષાનાં ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાનાં વડપાડા ગામનાં પારસી ફળીયામાં રહેતા સુમિત્રાબેન રણછોડભાઈ ગામીત (ઉ.વ.56)નાંની શુક્રવારનાં રોજ સવારે ગામનાં જ કીકીબેન જીવણભાઈ ગામીત સાથે ગામનાં જ દેવરામભાઈ નરસિંહભાઈ કોંકણીની રીક્ષા નંબર GJ/23/U/3482માં બેસી સોનગઢ આવવા માટે નીકળ્યા હતા.
તે સમયે ગોપાલપુરા ગામે આવતા રીક્ષા બંધ પડી ગઈ હતી જેથી ગામનાં વિનોદભાઈ ગુમાનભાઈ કોંકણીની તેમની રીક્ષા નંબર GJ/26/T/3732 લઈને આવતા હતા અને દેવરામભાઈની રીક્ષા બંધ જોઈ વિનોદભાઈએ પોતાની રીક્ષા બંધ કરી રીક્ષા પાછળ બાંધી ટોચન કરી સોનગઢ તરફ લઈ જતાં હતા, જયારે બંધ રીક્ષામાં ચાલક વિનોદભાઈની સાથે અજયભાઈ વસંતભાઈ કોંકણી, કીકીબેન અને રણજીતાબેન સુનીલભાઈ ગામીત નાંઓ બેસેલ હતા. તે સમયે સોનારપાડા ગામમાં નવી વસાહત પાસે આવેલ ડુંગરની ગોળાઈ પાસે આવતા રીક્ષા ચાલક દેવરામભાઈએ પોતાનું કાબુ નહિ રાખતા રીક્ષા પલ્ટી ગઈ હતી અને સાથે સાથે વિનોદભાઈની રીક્ષા પણ પલ્ટી જતાં અકસ્માત સર્જાયો હતો.
જોકે આ અકસ્માત સુમિત્રાબેનને શરીરે સામાન્ય ઈજાઓ પહોંચી હતી જયારે તેમની સાથે બેસેલ કીકીબેન જીવણભાઈ ગામીતનાંઓ રીક્ષા નીચે દબાઈ ગયા હતા જેથી આ જોઈ નજીકનાં લોકો દોડી આવી રીક્ષા ઉભી કરી હતી. ત્યારબાદ રીક્ષા નીચે દબાયેલ કીકીબેનને સોનગઢ સરકારી દવાખાને લઈ જતા ત્યાં હાજર ડોકટરે તપાસી કીકીબેનને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે સુમિત્રાબેન ગામીત નાંએ સોનગઢ પોલીસ મથકે બંને ચાલક વિનોદભાઈ કોંકણી અને દેવરામભાઈ કોંકણી (બંને રહે.વડપાડા ગામ)ની સામે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500