ગુજરાત પરિવહન વિભાગની એસટી બસ માલેગાંવથી સુરત જઈ રહી હતી, તે સમયે મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પર આવેલા ચરણમલ ઘાટ પર બસનાં આગળનાં વ્હીલની એક્સેલ તૂટી જવાને કારણે બ્રેક ફેઈલ થઈ ગઈ હતી અને જેના કારણે અકસ્માત સર્જાયો હતો. જોકે બ્રેક ફેલ થયા બાદ પણ કાબૂ ગુમાવ્યા વગર બસને રોડની બાજુમાં ઉભી રાખવાના ડ્રાઇવરે કરેલા પ્રયાસને કારણે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.
જયારે માલેગાંવથી સુરત જતી આ બસમાં કુલ 28 મુસાફરો સવાર હતા. પરંતુ આ અકસ્માતમાં આશરે 20 મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ હતી અને તેઓને સારવાર માટે નવાપુર સબ-જિલ્લા ગ્રામીણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે આ અકસ્માત સર્જાતા સ્થાનિક બોરઝર ગામનાં લોકોએ સ્થળ ઉપર આવી મુસાફરોને બસમાંથી બચાવવા અને સારવાર માટે મોકલવામાં પણ મદદ કરી હતી. જયારે ચરણમલ ઘાટ રોડનાં ઢોળાવને કારણે અવાર-નવાર અકસ્માતનો સિલસિલો જારી રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application