ચીખલીનાં રૂમલાના બરડીપાડા ફળિયામાંથી પસાર થતી વેળા ધોલાર ડુંગરી ફળિયાના બાઈક સવાર બે યુવકને કન્ટેનર ચાલકે અડફેટે લેતાં બંને યુવકનાં મોત થયાં હતાં. બનાવમાં રોડની સાઈડ ઉપર ઊભેલા અન્ય એક રાજદૂત બાઈક ચાલકને પણ અડફેટે લેતાં ઇજા થઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ખેરગામ પોલીસ મથકમાં સમાવેશ ચીખલીના ઢોલાર ડુંગરી ફળિયાનો સચિન જયંતી ચૌધરી તેના મિત્ર પ્રવીણ નવીન ગાંવિત સાથે ચીખલીના રૂમલાના બરડીપાડા ફળિયામાં થોરાતપાડા ચોકડી પાસે રૂમલાથી રાનકૂવા જતા રોડ ઉપરથી હીરો સ્પ્લેન્ડર બાઈક નંબર GJ/21/DC/7762 ઉપર પસાર થઈ રહ્યો હતો.
દરમિયાન ત્યાંથી પૂરઝડપે પસાર થતા કન્ટેનર નંબર MH/04/HY/0224ના ચાલક વિશાલ દિનેશચંદ્ર પુરણચંદ્ર સેન (રહે.ફતેહાબાદ, કશ્યાત મહોલ્લો, હરિમોહન હોન્ડા એજન્સીવાળી ગલીમાં, જિ.આગ્રા, ઉત્તર પ્રદેશ)એ સચિનની બાઇકને અડફેટે લીધી હતી. આ બનાવમાં સચિન અને પ્રણવ માર્ગ ઉપર પટકાતાં માથાના ભાગે તથા હાથમાં ગંભીર ઈજા થતાં બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વધુમાં કન્ટેનર ચાલકે રોડની સાઈડ ઉપર ઊભેલા રાજદૂત બાઈકના ચાલક દલુ સોમા દેશમુખને પણ અડફેટે લેતાં તેને ઈજા પહોંચી હતી. આ બનાવમાં સચિન અને પ્રણવના સારવાર દરમિયાન મોત થયાં હતાં. જયારે બંને યુવકનાં મોત થતાં પરિવારજનોમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી. આ બાબતે મૃતક સચિનના પિતા જયંતિભાઈએ કન્ટેનર ચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application