Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : વાલોડમાં બે જુદાજુદા માર્ગ અકસ્માતમાં ૧નું મોત ૨ને ઈજા

  • March 12, 2023 

મનિષા એસ.સુર્યવંશી/વાલોડ : વાલોડમાં  બે જુદાજુદા માર્ગ અકસ્માતમાં ૧ વ્યક્તિની મોત નિપજ્યું હતું જયારે ૨ વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. જોકે બંને બનાવોમાં પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી હતી.




મળતી માહિતી મુજબ વાલોડ તાલુકાના બેડકુવા ગામની સીમમાંથી પસાર થતા વાપી-શામળાજી હાઇવેના માંડવી થી મઢી તરફ આવતા ટ્રેક ઉપર સાદડી ચાર રસ્તા પાસે તા.૦૮/૦૩/૨૦૨૩ નારોજ ચંદ્રકાંતભાઇ હિરાભાઇ ચૌધરી (ઉ.વ.૨૮) તથા (૨) રાકેશભાઇ મોહનભાઇ ચૌધરી ( ઉ.વ.૨૮)  બન્ને રહે.સાદડી ગામ, નિશાળ ફળીયું તા.માંડવી જી.સુરત નાઓના તેમની યુનિકોર્ન મોટર સાયકલ નંબર જીજે/૧૯/એએલ/૧૭૦૪ ની લઇને પસાર થતા હતા તે દરમ્યાન એક ટાટા કંપનીની નેક્સોન ફોર વ્હીલ ગાડી નંબર જીજે/૨૬/એન/૪૧૭૯ના ચાલકે પોતાના ક્બ્જાનું વાહન પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી યુનિકોર્ન મોટર સાયકલને પાછળની સાઇડે ટકકર મારતા મોટર સાયકલ ઉપર સવાર (૧‌) ચંદ્રકાંતભાઇ હિરાભાઇ ચૌધરીને માથામાં તથા ડાબા હાથે તથા કમરના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી તથા (૨) રાકેશભાઇ મોહનભાઇ ચૌધરીના ડાબા પગે ફ્રેક્ચર થયું હતું, બંને ઈજાગ્રસ્ત વ્યક્તિઓને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. બનાવ અંગે અશ્વિનભાઇ હિરાભાઇ ચૌધરીએ ટાટા કંપનીની નેક્સોન ફોર વ્હીલ ગાડીનો ચાલક રાહુલભાઇ કેશવભાઇ ચૌધરી રહે.વાલોડ જી.તાપીના વિરુદ્ધ વાલોડ પોલીસ મથકે તા.૧૧/૦૩/૨૦૨૩ નારોજ ફરિયાદ નોંધાવી હતી.



ગોલણગામ પાસે બળદ ગાડા સાથે મોટર સાયકલ અથડાઈ 


જયારે અકસ્માતના બીજા બનાવમાં વાલોડના ગોલણગામની સીમમાંથી પસાર થતા બુહારીથી વાલોડ જતા રોડ ઉપર તા.૧૧/૦૩/૨૦૨૩ નારોજ સંજયભાઇ શરૂભાઇ કોંકણી (ઉ.વ.૩૯) નાઓ પોતાના ઘરેથી મોટર સાયકલ નંબર જીજે/૨૬/એસી/૯૫૬૮ ઉપર બેસી પોતાના ખેતરે જતો હતો અને ગોલણ ગામથી HIL કંપની તરફના ડિવાઇડર કટ તરફ પોતાનું વાહન રોંગ સાઇડે હંકારી લઇ આવી સામેથી આવતા બળદ ગાડા સાથે મોટર સાયકલ અથડાવી દેતા સંજયભાઇ કોંકણીને શરીરે માથામાં તથા જમણા સાથળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો જોકે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકની પત્ની જયશ્રીબેન તે સંજયભાઇ શરૂભાઇ કોકણી રહે.ગોલણગામ શીરફળીયું તા.વાલોડ નાની ફરિયાદના આધારે તા.૧૧/૦૩/૨૦૨૩ નારોજ વાલોડ પોલીસે બનાવ દાખલ કર્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application