પાલનપુરમાં જન શિક્ષણ સંસ્થાના ફિલ્ડ આસિસ્ટન્ટને નોકરીમાં હેરાનગતિ નહી કરવા અને પગારની નિયમિત ચૂકવણી કરવા રૂપિયા ૨૦,૦૦૦/- ની લાંચની માંગણી કરતા સંસ્થાનો ડાયરેકટર એસીબીના હાથ પકડાયો છે.
એસીબીને ફરિયાદ કરનાર ફરીયાદી કેન્દ્ર સરકારની નાણાકીય સહાય પર આઘારીત જન શિક્ષણ સંસ્થામાં ફિલ્ડ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હોય પરંતુ આ સંસ્થાનો (કરાર આધારિત) ડાયરેક્ટર નરોત્તમભાઈ મહાદેવભાઇ પ્રજાપતિ તેમના નિયંત્રણ અધિકારી હોઇ ફિલ્ડ આસિસ્ટન્ટ ને નોકરીમાં હેરાનગતિ નહી કરવા તેમજ પગારની નિયમિત ચૂકવણી કરવા રૂપિયા ૨૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી. જોકે ફિલ્ડ આસિસ્ટન્ટ લાંચ આપવા માંગતા ન હોય તેઓએ એસીબીનો સંપર્ક કરતા એસીબીએ તેઓની ફરિયાદના આધારે આજરોજ જન શિક્ષણ સંસ્થાની કચેરી ઢૂઢીયાવાડી, પાલનપુર ખાતે ટ્રેપનું આયોજન કર્યું હતું જેમાં નરોત્તમભાઈ પ્રજાપતિ રૂપિયા ૨૦,૦૦૦/- ની લાંચ લેતા આબાદ ઝડપાઈ ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application