વાયરલ એન્સેફાલીટીસ (ચાંદીપુરા) Viral Encephalitis રોગચાળાની અટકાયતી કામગીરી અંતર્ગત નર્મદા જિલ્લાના કુલ ૫૭૩૯૪ કાચા ઘરો પૈકી ૯૮૬૨ ઘરોમાં 5 ટકા મેલેથીયોન પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે. કુલ ૨૯૫ ઘરોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરાયો છે. ટીમો દ્વારા છઈ રહેલી સર્વેની કામગીરી તેમજ શાળા તપાસણી કાર્યક્રમ થકી કુલ ૩૯૭૧૦૯ વ્યક્તિઓને આરોગ્યલક્ષી શિક્ષણ આપવામાં આવ્યું છે.
નર્મદા જિલ્લામાં કુલ ૩૧૮ ટીમો દ્વારા ૦થી ૧૪ વર્ષ સુધીના બાળકોમાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત તમામ આંગણાવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ખાનગી શાળાઓ મળીને કુલ ૯૪૭૮૭ બાળકોની તપાસ કરવામાં આવી છે. જે પૈકી ૨૫ બાળકોને નજીકના સેન્ટર ખાતે રીફર કરીને સારવાર આપવામાં આવી હતી. જોકે, તેમાં એકપણ શંકાસ્પદ કેસ મળી આવ્યો નથી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી દ્વારા મળેલી અખબારી યાદી મુજબ નર્મદા જિલ્લામાં વાયરલ એન્સેફાલીટીસ (ચાંદીપુરા)ના અત્યાર સુધીમાં ૦૨ શંકાસ્પદ કેસો નોંધાયેલા છે.
આ બંને કેસો દેડીયાપાડા તાલુકાના છે. જે પૈકી ૦૧ કેસનું રિઝલ્ટ નેગેટીવ આવ્યું છે, જ્યારે બીજા એક કેસનું રીઝલ્ટ હજી આવવાનું બાકી છે. વાયરલ એન્સેફાલીટીસ (ચાંદીપુરા) Viral Encephalitis રોગ અંગે જનજાગૃતિ અર્થે તથા આ રોગની વિસ્તૃત માહિતી દ્વારા તેના લક્ષણો અને રોગોથી બચવા કેવી તકેદારીઓ રાખવી તેની આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.
રોગચાળા અંગે માહિતી:
• આ વાયરલ ઈન્ફેક્શન નો પ્રથમ કિસ્સો 1965 માં મહારાષ્ટ્ર ના નાગપુર જિલ્લાના ચંદીપુરા ગામે નોંધાયો હ્તો જેથી તે ચંદીપુરા વાયરસ તરીકે ઓળખાય છે.
• ગુજરાતમાં મુખ્યત્વે મધ્ય ગુજરાતના જિલ્લાઓ વડોદરા,છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લાઓમા ચંદીપુરા વાયરસના કેસો નોંધાયા છે.
• ચંદીપુરા વાયરસના ફેલાવા માટે સેન્ડ ફ્લાય(એક પ્રકારની રેતીની માખી) રોગ માટે જવાબદાર છે.
• કાચા મકાનોની દિવાલની તિરાડોમાં અથવા મકાનની રેતી અથવા માટીથી બનેલા ભાગોમાં રહેવાનુ પસંદ કરે છે.
• મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારોમાં અસર જોવા મળે છે.
• કેસો ખાસ કરીને જથ્થામાં જોવા ન મળતા છુટા છવાયા જોવા મળે છે.
• 9 માસથી લઈ ને 14 વર્ષના બાળકોને જોખમ રહે છે. સારવાર થયેલ બાળકોમાં Neurological Sequelae ભાગ્યે જ જોવા મળે છે.
રોગચાળાના લક્ષણો :
• સખત તાવ, માથાનો દુઃખાવો
• થાક લાગવો,
• ખેંચ
• અર્ધભાન અવસ્થા
• સામાન્ય અસ્વસ્થતા
• પેટમાં દુઃખાવો
• ઝાડા ઉલટ
• વ્યક્તિત્વમાં ફેરફાર.(યાદશકિતી ઓછી થવી, ચહેરાના ભાગમાં ૫ક્ષધાત (પેરાલાયલીસ)
• લક્ષણોની શરૂઆત થયા બાદ 48 થી 72 કલાકમા મૃત્યુની સંભાવના રહે છે. આવા લક્ષણો જણાય તો તાત્કાલીક સરકારી હોસ્પિટલનો સં૫ર્ક કરવો.
રોગની સારવાર :
• આરામ કરવો.
• પોષ્ટીક આહાર અને વઘુ માત્રામા પાણી પીવું. રોગચાળો અટકાવા માટેના સામાન્ય ઉપાયો
• સેન્ડ ફ્લાયની ડેન્સીટી વરસાદી ઋતુમા અધિક રહે છે. જુન માસથી સઘન એક્ટીવ ફ્લાય સર્વેલંસ તથા રેસી.સ્પ્રેઈંગ કામગીરી ફિલ્ડના કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે.
• મેલેથીયોન 5 ટકા પાવડર દ્વારા ડસ્ટીંગ કામગીરી કરવામાં આવે છે.
• તમામ ક્લીનીશ્યન/બાળ રોગ નિષ્ણાંતોનું સેન્સીટાઈઝેશન મીટીંગ
• હેલ્થ સુપરવાઈઝર્સ, કાર્યકરો અને આશા માટે બેઝીક તાલીમ
• ફીલ્ડ કક્ષાએ આઈ.ઈ.સી. કરવામાં આવે છે. વિના મુલ્યે નિદાન, તમામ સારવાર અને દવા સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્વો અને સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500