Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેશના ચાર શહેરોમાં પકડાયેલા લગભગ 31,000 કિલોગ્રામ ડ્રગ્સને સળગાવી નષ્ટ કરાયું, અમિત શાહે શું કહ્યું ??

  • July 31, 2022 

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ચંદીગઢમાં નશીલાં દ્રવ્યોની તસ્કરી અને રાષ્ટ્રીય સુરક્ષા પર રાષ્ટ્રીય સંમેલનને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં હરિયાણા, હિમાચલ પ્રદેશ અને પંજાબના મુખ્યમંત્રીઓ, ચંદીગઢના વહીવટકર્તા, બીએસએફ, એનઆઈએ અને એનસીબીના અધિકારીઓ તેમજ રાજ્યોના એએનટીએફના વડા અને એન્કોર્ડના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ દેશના ચાર શહેરોમાં પકડાયેલા લગભગ 31,000 કિલોગ્રામ ડ્રગ્સને સળગાવી નષ્ટ કરી દીધું હતું. 


આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, ડ્રગ્સની દાણચોરી અને પ્રસાર કોઇ પણ સમાજ માટે ખૂબ જ ઘાતક હોય છે. નશીલા પદાર્થોની તસ્કરી બાદ જ્યારે તે સમાજમાં ફેલાય છે ત્યારે પેઢીઓને ખોખલી બનાવી દે છે અને દેશ અને સમાજનાં મૂળિયા ખોખલા કરવા ઉધઈની જેમ કામ કરે છે. નશીલા દ્રવ્યોની દાણચોરી સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવ્યા વિના કોઈ પણ તંદુરસ્ત, સમૃદ્ધ, સક્ષમ અને સલામત રાષ્ટ્ર તેનો હેતુ સિદ્ધ કરી શકે નહીં. તેમણે કહ્યું કે, ડ્રગ્સ સામેની લડાઈ સામાજિક રીતે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. 



તે દેશની અર્થવ્યવસ્થાને ખોખલી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, દેશની સુરક્ષાની દ્રષ્ટિએ પણ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ડ્રગ્સના વેપારથી ઉત્પન્ન થતા ગંદા નાણાંનો ઉપયોગ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં થાય છે. એક તરફ નશીલા પદાર્થોની તસ્કરી અને તેના પ્રસારને અટકાવીને આપણે આવનારી પેઢીઓને બરબાદીથી બચાવવા માગીએ છીએ, સાથે જ નશાના વેપારથી પેદા થતા ગંદા નાણાંનો ઉપયોગ દેશની વિરુદ્ધ કરવામાં આવે છે, તેને રોકવાનું પણ આપણા દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે.



અમિત શાહે જણાવ્યું હતું કે, વર્ષ 2014માં નરેન્દ્ર મોદીજી દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારથી જ ભારત સરકારે ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને ધીમે ધીમે આપણે સિસ્ટમમાં રહેલી ખામીઓને પૂરીને ડ્રગ્સ સામેની લડાઈને અભેદ્ય અને ઝડપી ગતિએ ચાલનારી લડાઈ બનાવી છે. "આઝાદી પછી, આટલી સ્પષ્ટ દિશા અને ગતિ સાથે ડ્રગ્સ સામેની લડાઈ ક્યારેય નહોતી થઈ, પરંતુ આજે એક સ્પષ્ટ દિશા અને ઝડપી ગતિ સાથે, અમે ડ્રગ્સ સામેની લડાઈને આગળ વધારવામાં સફળ થયા છીએ. એનાં પરિણામો પણ આવ્યાં છે. ડ્રગ્સની વ્યક્તિ, સમાજ, અર્થવ્યવસ્થા અને દેશની સુરક્ષા પર ખરાબ અસર પડે છે, તેથી તેને મૂળ સહિત દ્રઢતાથી ઉખેડી નાખવું જરૂરી છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application