Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતમાં લગભગ 30થી 35 ટકા મધ્યમ અને નાના એકમો બંધ થયા

  • January 06, 2024 

ભારતીય સ્ટેનલેસ સ્ટીલ કંપનીઓ ચીનમાંથી સસ્તા માલની ભારે આયાતનો સામનો કરી રહી છે. આ કારણે ગયા વર્ષે જુલાઈ-સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં લગભગ 30થી 35 ટકા મધ્યમ અને નાના એકમો બંધ થયા છે. ઇન્ડિયન સ્ટેનલેસ સ્ટીલ ડેવલપમેન્ટ એસોસિએશને (ISSDA) જણાવ્યું હતું કે, સ્ટેનલેસ સ્ટીલના કિસ્સામાં દેશમાં લગભગ 80 ટકા એમએસએમઈ ગુજરાતમાં છે. 30-35 ટકા એકમોએ ધંધો બંધ કરવા સિવાય અન્ય ઘણા એમએસએમઈએ બિઝનેસમાં ટકી રહેવા માટે તેમની ઉત્પાદન ક્ષમતામાં ઘટાડો કર્યો છે.



સસ્તી ચીની આયાતને કારણે ભારતીય સ્ટેનલેસ સ્ટીલ કંપનીઓના માર્જિન પર દબાણ આવ્યું છે. આ કારણે ઉદ્યોગે ગયા વર્ષે એક પિટિશન દાખલ કરીને સરકારને ચાઈનીઝ સ્ટેનલેસ પ્રોડક્ટ્સ પર કાઉન્ટરવેલિંગ ડયૂટી લાદવાની અપીલ કરી હતી. 2021 સુધી સ્ટીલની આયાત પર ડયૂટી હતી, પરંતુ 2021માં મોદી સરકારે આ ડયુટી હટાવી દીધી. ત્યારથી મોટાભાગના એમએસએમઈની હાલત કફોડી બની છે. અમદાવાદની 80 ઇન્ડક્શન ફર્નેસ કંપનીઓમાંથી 20 કંપનીઓએ બિઝનેસ બંધ કરી દીધો છે.



તે જ સમયે સસ્તી આયાતને કારણે 100થી વધુ રી-રોલર્સ (વાસણો જેવી વિવિધ વસ્તુઓના નિર્માતાઓ) બંધ થઈ ગયા છે. 2023માં સ્ટેનલેસ સ્ટીલનો વપરાશ લગભગ 6થી 7 ટકા વધવાનો અંદાજ છે. જોકે ઉત્પાદન ગત વર્ષ જેટલું જ રહશે. અમે ડાયરેક્ટોરેટ જનરલ આફ ટ્રેડ રેમેડિઝને સીવીડી અરજી સબમિટ કરીને ચીન પર લગભગ 20 ટકા ડયૂટી લાદવાની ભલામણ કરી છે. કમનસીબે નાણા મંત્રાલયે આ પ્રસ્તાવને ફગાવી દીધો અને તેનું કોઈ કારણ પણ ન આપ્યું. 200 સીરીઝ (સ્ટેનલેસ સ્ટીલનો એક પ્રકાર)નો ઉપયોગ વાસણો બનાવવામાં થાય છે. તે મુખ્યત્વે એમએસએમઈ દ્વારા બનાવવામાં આવે છે પરંતુ ઉત્પાદન હવે બજાર માટે મોંઘું થઈ ગયું હોવાથી મોટાભાગના એકમોએ ધંધો બંધ કરી દીધો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application