રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાનના હેઠળ સ્વચ્છ ગુજરાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જેના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ સ્વચ્છતા અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે આજરોજ જિલ્લાના ૩૦ જેટલા ગ્રામ્ય વિસ્તારના ઘાર્મિક સ્થળો અને પ્રવાસન સ્થળોની સાફ સફાઈ કરવામાં આવી હતી. રવિવારે જંબુસર તાલુકાના કાવી કંબોઈ, નાળા,ભાણખેતર,નહાર, ભરૂચ તાલુકાના શુકલતીર્થ, વમલેશ્વર,ભાડભૂત, અંગારેશ્વર,ઝનોર,નાંદ તથા હાંસોટના વમલેશ્વર,કતપોર તથા ઝગડિયાના મઢી, સારસા, અશા, અનાદરા, ગુમાનદેવ, વાગરા તાલુકાના લખીગામ, અંભેટા,દહેજ,કોલયાદ તથા અંક્લેશ્વર તાલુકાના સજોત, હજાત અને નેત્રંગ અને વાલિયા તાલુકાના ગામડાઓમાં આવેલા ધાર્મિક,પ્રવાસન સ્થળોની ગ્રામજનોની સક્રિય ભાગીદારીથી સાફ સફાઈ કરવામાં આવી હતી. જિલ્લામાં આવતીકાલ તા.૨૩ ઓક્ટોમ્બરથી તા.૨૮ ઓક્ટોમ્બર સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટી બિલ્ડિંગ, શાળા, આંગણવાડી અને કોલેજોમાં સફાઈ કરવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500