વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ધ પ્રેસ ગેલેરી એડવાઇઝરી કમિટી ઓફ છત્તીસગઢ લેજીસ્લેટીવ એસેમ્બલી અંડરટેકન સ્ટડી ટુર પ્રોગ્રામ માટે ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે પધાર્યા છે. તા.૬થી ૯ દરમ્યાન આ સભ્યો કમિટીના ચેરમેનશ્રી બાબુલાલ શર્માની આગેવાનીમાં અમદાવાદ સર્કિટ હાઉસથી તા.૦૭/૦૯/૨૦૨૩ના રોજ બપોરે કેવડીયા ખાતે આવી પહોચતા નાયબ કલેક્ટર પ્રોટોકોલ એન.એફ.વસાવાએ તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભોજન બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાત લીધી હતી અને વિશ્વના પ્રવાસન ફલક પર અંકિત થયેલી વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની પ્રતિમાને જોઇને અભિભૂત થયા હતા અને સરદાર સાહેબની વ્યૂઇંગ ગેલેરી જોઇને તથા નર્મદા મૈયાના દર્શન અને સરદાર સરોવર ડેમ જોઇને આનંદની ખુશીથી ભાવુક બન્યા હતા અને પ્રાકૃતિક નજારો જોઇને અચંબામાં પડી ગયા હતા અને ઠેર-ઠેર સ્થળોએ પ્રકલ્પોમાં સેલ્ફી લઇને પોતાના મોબાઇલમાં તસ્વીર ખેંચીને આ સ્થળની યાદગીરીને હર્ષથી કંડારી હતી
આ પ્રતિનિધિ મંડળ સરદાર સરોવર ડેમ સાઇટ વેલી ઓફ ફ્લાવર અને ગુજરાત પ્રવાસન વિભાગ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા આયોજીત મેઘ મલ્હાર ઉત્સવ-૨૦૨૩ની ઝાંખી મિહાળીને ખુશી વ્યક્ત કરી હતી તેમજ જન્માષ્ટમી તહેવારની ઉજવણી સાંસ્કૃતિક કાર્યક્રમને નિહાળીને ખૂબ ખુશ થયા હતા. તેઓએ પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને ધરતી પર ઉતારેલા પ્રકલ્પોની ભરપુર પ્રશંશા કરી હતી એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાકાર થતું જોઇને અને કેવડીયા ખાતે ઉમટેલા પ્રવાસીઓ અને સુવિધા તેમજ વિકાસથી પ્રભાવિત થયા હતા. અને સિનિયર ઇન્ફોરમેશન ઓફિસર અન્ડર સેક્રેટરી સિનિયર રિપોર્ટર માર્શલશ્રી જી.એસ. સલુજાએ અહીં આગતા સ્વાગત અને સુવિધા પુરી પાડવા બદલ આભારીની લાગણી વ્યક્ત કરી હતી.
આ ટુર પ્રોગ્રામમાં વિધાન સભા છત્તીસગઢમાં કવરેજ કરતા વિવિધ ચેનલોના બ્યૂરો ચીફ અને રિપોર્ટરો આ પ્રવાસમાં જોડાયા હતા અને અહીં આવવાના મોકાને યાદગાર અને આનંદની પળ ગણાવી ચારેબાજું હરિયાળી અને પ્રાકૃતિક નઝારો તથા સહ્યાદ્રિ સાતપુડાની ટેકરીઓ જોઇને અત્યંત આનંદ સાથે સૌએ આભાર માન્યો હતો અને આ ટુર પ્રોગ્રામનું સમગ્ર કવરેજ માહિતી ટીમ નર્મદા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ SOUના ગાઇડ મિત્ર દ્વારા સમગ્ર વિવિધ પ્રકલ્પો અંગે વિસ્તૃતમાં માહિતી પુરી પાડી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500