Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખોવાયેલા અથવા ચોરાયેલા મોબાઇલને બ્લોક અથવા ટ્રેક કરી શકશો

  • May 15, 2023 

સરકાર આગામી સપ્તાહે એક ખાસ પ્રકારની ટ્રેકિંગ સિસ્ટમની શરૂઆત કરવા જઇ રહી છે. આ સિસ્ટમ મારફત દેશભરના લોકો પોતાના ખોવાયેલા અથવા ચોરાયેલા મોબાઇલને બ્લોક કરી શકશે અથવા તો તેને ટ્રેક કરી શકશે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ આ જાણકારી આપી હતી.


ટેકનોલોજી ડેવલપમેન્ટ બોડી સેન્ટર ફોર ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિમેટ્રિક્સ(c-dot) દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક અને પૂર્વોત્તર ક્ષેત્ર સહિત કેટલાક ટેલિકોમ સર્કલ્સમાં સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર(CEIR) સિસ્ટમને પ્રાયોગિક ધોરણે ચલાવી રહ્યું છે. ટેલિકોમ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે હવે સિસ્ટમને સમગ્ર ભારતીય સ્તર પર ચાલું કરી શકાય તેમ છે. આ અધિકારીએ જણાવ્યું હતું કે CEIR સિસ્ટમને 17 મેના રોજ અખિલ ભારતીય સ્તર પર પ્રસ્તુત કરવામાં આવશે.


આ અંગે જ્યારે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે સીડોટના મુખ્ય કાર્યપાલક અધિકારી અને ચેરમેને તારીખની પુષ્ટિ કરી ન હતી પણ જણાવ્યું હતું કે આ ટેકનોલોજી સમગ્ર ભારતના સ્તર પર પ્રસ્તુત કરવા માટે તૈયાર છે અને હવે તેને આ ત્રિમાસિક ગાળા દરમિયાન જ સમગ્ર ભારતમાં પ્રસ્તુત કરવામાં આવશે. તેને પગલે લોકો પોતાના ખોવાયેલા કે ચોરાયેલા ફોનને ટ્રેક કરી શકશે અને બ્લોક પણ કરી શકશે. સીડોટે તમામ ટેલિકોમ નેટવર્ક પર ક્લોન્ડ મોબાઇલ ફોનના ઉપયોગની જાણકારી મેળવવા માટે તેમાં ઘણી નવી ખૂબીઓને ઉમેરી છે.



સરકારે ભારતમાં મોબાઇલ ઉપકરણોના વેચાણ પહેલાં ઇન્ટરનેશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી(IMEI )ની સ્પષ્ટતા કરવી ફરજિયાત કરી દીધું છે. મોબાઇલ નેટવર્ક પાસે મંજૂર IMEI નંબરોની યાદી હશે જેના મારફત તે પોતાના નેટવર્કમાં અનધિકૃત મોબાઇલ ફોનના પ્રવેશની જાણકારી મેળવી લેશે. ટેલિકોમ ઓપરેટરો અને CEIR સિસ્ટમની પાસે મોબાઇલના IMEI નંબર અને તેની સાથે જોડાયેલાં મોબાઇલ નંબરની જાણકારી હશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application