આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢના સર્કલ ચોક નજીક આવેલી અભિલેખાગાર કચેરીમાં એક વ્યક્તિ મિલકત લેખ કઢાવવા ગયા ત્યારે કચેરીના ક્લાર્ક અને ઇન્ચાર્જ સંશોધન મદદનીશ મિતેશ પ્રવીણ પારગડાએ હંગામી કચેરી તેજસ કનૈયાલાલ પરબિયાની રૂબરૂમાં 5,000 લાંચ માંગી હતી પ્રથમ 3000 લાંચ લઇ લીધી હતી અને બાકીના 2000 લેખ લેવા આવે ત્યારે આપવાનો વાયદો કર્યો હતો પરંતુ ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી તેને એસીબીને જાણ કરી હતી.
આથી એસીબી પીઆઇ જે.એન.સોલંકી સહિતના સ્ટાફે અભિલેખાગાર કચેરીમાં છટકું ગોઠવ્યું હતું અને ફરિયાદીએ ક્લાર્ક અને હંગામી કર્મચારી સાથે હેતુલક્ષી વાત કરી હતી ક્લાર્ક મિતેશ પારગડાની હાજરીમાં હંગામી કર્મચારી તેજસ પરબીયાએ ₹2,000 ની લાંચ લીધી હતી ત્યાં જ એસીબીના સ્ટાફે તેને રંગે હાથ પકડી લીધો હતો એસીબીએ ક્લાર્ક મિતેશ પારગડા અને હંગામી આઉટસોર્સ કર્મચારી તેજસ કનૈયાલાલ પરબિયાને ડીટેઇન કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવતી લાંચ લેનાર કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો જુનાગઢ અભિલેખાગાર કચેરીના ક્લાર્ક અને આઉટસોર્સ કર્મચારીને 2000ની લાંચ લેતા પકડી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application