અંકલેશ્વર તાલુકાના સિટી વિસ્તારમાંથી મને દસ દિવસની દીકરી લઈને સાસરી પરિવારએ બાર કાઢી મૂક્યા છે. મને મદદ માટે અને સાસરી પરિવારને સમજાવા માટે ૧૮૧ ટીમની મદદ મોકલો. ૧૮૧ ટીમને આટલો સંદેશો મળતા મહિલાએ જણાવેલ સરનામા પર ટૂંક સમયમાં પહોંચી મહિલા ને મળતા વિગતે જાણ થઈ કે, ફરીયાદીને દીકરી આવતા એમના પતિ વારંવાર કામની વાત લઈને જમવાની વાત લઈ ને ઝઘડો કરી માર મારે છે. આ વાતની સાસુ ને નણંદને જાણ થઈ એટલે ઘર ની બાર જતી રહે એમ કહી માનસિક ત્રાસ આપે છે. સ્થળ પર ૧૮૧ ટીમે સાસુ અને નણંદની મુલાકાત લઈને દીકરો અને દીકરી વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ના રાખવા, ઘરેલુ હિંસાના કાયદાને લઈને, પોતાના પરિવારનો હિસ્સો માની નાની દીકરીને માવજત કરવા માટે સૂચન આપી અને કાયદાકીય માર્ગદર્શન આપીને સમજાવી સુખદ મિલન કરાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application